વિદેશમાં વધુ એક ભારતીય મહિલાની હત્યા, કચરાના ઢગલામાં મળી મહિલાની લાશ, આખી ઘટના રૂંવાડા ઉભા કરી દેશે

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાની કરવામાં આવી હત્યા, ડસ્ટબીનમાંથી મળી લાશ, થોડા કલાકો પહેલા જ પતિ દીકરા સાથે ભારત જવા નીકળ્યો હતો, રહસ્ય ઘૂંટાયું

Indian woman killed in Australia : છેલ્લા ઘણા સમયથી વિદેશની અંદર ભારતીયોની હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થતા હોય છે. તો ઘણા લોકોની લૂંટના ઇરાદે હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાંથી પણ એક ભારતીય મહિલાની હત્યાની ખબર સામે આવી છે. હૈદરાબાદની 36 વર્ષીય મહિલા ચૈતન્ય મદગાનીની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરવામાં આવી છે. તે તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. શનિવારે તેનો મૃતદેહ રોડની બાજુના ડસ્ટબીનમાં મળી આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા ચૈતન્ય શ્વેતા માધગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી. શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સ્વેતાના પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 5 માર્ચે ભારત ગયા હતા. ત્યારથી, સ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.

સ્વેતાના પતિ અશોકે તેના પડોશીઓ અને ઓસ્ટ્રેલિયામાં હાજર કેટલાક નજીકના મિત્રો સાથે ફોન પર વાત કરીને સ્વેતા વિશે માહિતી મેળવી હતી. અશોકે પોલીસ સાથે ફોન પર પણ વાત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. પોલીસને હત્યાની કેટલીક કડીઓ પણ મળી છે, તેમનું માનવું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી ભાગી ગયો છે. પોલીસે મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીએ જણાવ્યું છે કે મહિલા તેમના વિસ્તારની હતી અને તે પરિવારને પણ મળ્યો હતો. રેડ્ડીએ કહ્યું કે મહિલાના માતા-પિતાની વિનંતી પર તેમણે મહિલાના મૃતદેહને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ જાણ કરી છે. તેમણે કહ્યું કે મહિલાના માતા-પિતા પાસેથી મળેલી માહિતી મુજબ તેમના જમાઈએ પોતે જ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

Niraj Patel