બિકીની પહેરીને બીચ ફરી રહી હતી છોકરીઓ, ત્યારે જ અચાનક રજવાડી પોશાક પહેરીને એક ભારતીય મહિલા પહોંચી, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણીવાર કેમેરામાં એવી ઘટનાઓ કેદ થઇ જાય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે હાલમાં એવો જ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે.

જ્યારે પણ તમે દરિયા કિનારે જશો ત્યારે તમને ઘણી વિદેશી મહિલાઓ બિકીમાં નહાતી અને આરામ કરતી જોવા મળશે. વિદેશમાં આ ખૂબ જ સામાન્ય છે. જોકે, ભારતીય ડ્રેસમાં એક મહિલા દરિયા કિનારે પહોંચી હતી, જ્યાં તેની આસપાસ ઘણી વિદેશી મહિલાઓ માત્ર બિકીમાં જ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે, વીડિયો જોયા પછી લોકોને સમજાયું કે આ બીચ ભારતની બહારનો લાગે છે, કારણ કે મોટાભાગના લોકો વિદેશી દેખાય છે અને મોટાભાગની વિદેશી મહિલાઓ માત્ર બિકીમાં જ જોવા મળે છે. ટ્વિટર પર આ વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને ટ્વિટર પર @darshanvpathak નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં વાદળી સમુદ્ર દેખાઈ રહ્યુ છે, જ્યારે ખડકાળ વિસ્તારમાં એક પ્લેટફોર્મ છે જેના પર લોકો અવરજવર કરે છે. આ પ્લેટફોર્મ પર બિકી પહેરેલી ઘણી વિદેશી મહિલાઓ આવતી-જતી નજરે પડે છે. આ દરમિયાન, ભારતીય સાડીમાં એક મહિલાએ તેના માથા પર ઘૂંઘટ ઓઢ્યો છે, જે સામાન્ય લોકો કરતા થોડો અલગ દેખાય છે. જેમ જેમ મહિલા આગળ વધે છે તેમ તેમ અન્ય વિદેશીઓ પણ બેકગ્રાઉન્ડમાં બિકીમાં જોવા મળી રહી છે. કોઈએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી અને પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

સાડી પહેરેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. તેને અપલોડ કર્યાના 24 કલાકની અંદર લાખો વખત જોવામાં આવ્યો છે અને લગભગ હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું, ‘અરે આંટી ક્યાં પહોંચી ગયા.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘શા માટે, આ જગ્યાઓ માત્ર આવા લોકો માટે જ છે? લોકો આવા કપડા પહેરીને પણ ફરે છે. ત્રીજા યુઝરે લખ્યું, ‘જ્યારે એક બ્રહ્માંડમાં બે અલગ-અલગ દુનિયા મળી.’

Niraj Patel