કેનેડામાં વધુ એક ભારતીયનું મોત ! ગમખ્વાર અકસ્માતમાં 37 વર્ષિય સુષ્માનું મોત થતા તેની બે નાની નાની ફૂલ જેવી દીકરીઓએ ગુમાવી માતા

કેનેડામાં અકસ્માતમાં ભારતીય મહિલાનું મૃત્યુ થયું, બે બે દીકરીએ ગુમાવી માની છત્રછાયા, જાણો સમગ્ર મામલો

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં કેનેડાના બ્રેમ્પ્ટનમાં થયેલ એક ગમખ્વાર અકસ્માતમાં એક ભારતીય મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર, શનિવારે સવારે સાત વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો અને આમાં બે લોકો ઘાયલ થયા હતા અને સુષ્મા શ્રીપાદ નામની ભારતીય મહિલાનું મોત થયું હતું. મૃતક તેના પરિવાર સાથે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના મિસિસાગા શહેરમાં રહેતી હતી.

મૂળ કર્ણાટકની સુષ્માનું કેનેડામાં અકસ્માતમાં મોત:

મૂળ કર્ણાટકની સુષ્મા 37 વર્ષની હતી અને તેને બે દીકરી પણ છે, જેમાં મોટી દીકરી પાંચ વર્ષની અને નાની દીકરી માત્ર 11 મહિનાની છે. ત્યાપે હવે સુષ્માના મોત બાદ બંને નાની દીકરીઓ પરથી માતાની છત્રછાયા ઉઠી ગઇ છે. સુષ્મા જે કારમાં સવાર હતી તેની બીજી એક કાર સાથે ટક્કર થઈ અને આ અકસ્માતમાં જે બે લોકો ઘાયલ થયા તેમાંથી એકની હાલત ગંભીર છે. લોકલ રિપોર્ટ્સ અનુસાર, સુષ્માને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ સારવાર પહેલા જ તેનું મોત થયુ હતુ.

આ અકસ્માત કયા કારણોસર થયો અને કોનો વાંક હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવા પણ પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો કે પછી ખરાબ વાતાવરણને કારણે. હાલ તો આ અકસ્માતમાં જે બે લોકો ઘવાયેલા છે તેની કોઇ માહિતી જાહેર નથી થઇ. જણાવી દઇએ કે, સુષ્મા કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં એક્ટિવ હતી. કેનેડા સેટલ થયા પહેલા તે બેંગલોરમાં રહેતી હતી.

લોકો આવ્યા મદદ માટે આગળ:

ત્યારે હવે સુષ્માના મોત બાદ તેના પરિવારને મદદ કરવા ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે અને 1 લાખ કેનેડિયન ડોલર એકત્ર કરવાનો ટાર્ગેટ છે, જેમાંથી માત્ર 24 કલાક જેટલા જ સમયમાં 68 હજાર ડોલર જેટલી રકમ એકત્ર પણ થઈ ગઈ હતી. હાલ આ રકમ 98 હજાર ડોલર પર પણ પહોંચી ગઇ છે. સુષ્માના પરિવારને મદદ કરવા માટે એક હજારથી પણ વધારે લોકોએ યથાશક્તિ મદદ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સેટલ થયેલ સુષ્મા ઓન્ટારિયોમાં ડાન્સ સ્કૂલ ચલાવતી અને તેનું નામ લેરુષા ના્ટ્યશાળા હતું.

તે ટેલેન્ટેડ ભારતનાટ્યમ ડાન્સર હતી, જેણે કેનેડામાં ઓર્ગેનાઈઝ થયેલા ઘણા કાર્યક્રમોમાં કોરિયોગ્રાફીનું કામ પણ કર્યું હતું. તેને માત્ર કન્નડ કોમ્યુનિટી જ નહીં પણ ઓન્ટારિયોમાં રહેતા બીજા ભારતીય પણ સક્રિયતા અને સરળ સ્વભાવને કારણે ઓળખતા હતા. સુષ્માના મૃતદેહને લીગલ ફોર્માલિટી બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવ્યા.

Shah Jina