ભારતીય વિદ્યાર્થીઓ સાથે આખરે યુક્રેનિયન સૈનિકોએ કેમ કરી હતી મારામારી

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ભારતના વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમની સાથે યુક્રેનની પોલિસે અત્યાચાર કર્યો હોવાનો વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો. રોમાનિયા પોલેન્ડ બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓને ઘણો માર મારવામાં આવ્યો હતો. તેમના પર લાઠી અને દંડાનો એ માટે વરસાદ વરસાવવામાં આવ્યો કારણ કે તેઓએ વિરોધ કર્યો હતો. યુક્રેનની પોલિસની આ બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર ઘણો વાયરલ થયો હતો. જે બાદ આ મામલો સામે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે પોલિસ કેવો અત્યાચાર ગુજારી રહી છે અને વિદ્યાર્થીઓને માર મારી રહી છે.

પોલીસ કર્મચારીઓ દ્વારા બેગ લઈને જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાતો અને લાકડીઓથી માર મારવામાં આવી રહ્યો હતો. ત્યારે હવે આ મામલે વધુ એક વિગત સામે આવી છે. યુક્રેન સરહદ પર પહોંચ્યા બાદ બીજા દેશોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. યુક્રેન અને પોલેન્ડ વચ્ચે જે 5 કિમીનુ અંતર છે ત્યાં એક ચેક પોઇન્ટ છે અને ત્યાં વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા. તે લોકો રાતથી રોકાયા હતા. એક યુવક બોલતો સંભળાઇ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓના મોબાઇલ તોડી દેવામાં આવ્યા અને તેમને યુક્રેનિયન ભાષામાં ગંદી ગાળો આપવામાં આવી.

વીડિયોમાં એક યુવક બોલતો સંભળાઇ રહ્યો છે કે તેમને લોકોને એક ખબર મળી છે કે પોલેન્ડ બોર્ડર પર ઇન્ડિયન એમ્બેસીના એક્ઝિકયુટિવ પહોંચ્યા છે અને તે લોકો ઇચ્છી રહ્યા છે કે જે પણ વિદ્યાર્થીઓ છે તે આવે, પરંતુ અહીંથી આગળ કોઇને પાસ જ થવા દેવામાં આવી રહ્યા નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એક વીડિયો પોસ્ટ કરી સરકાર સમક્ષ તેમને બચાવવા માટે અપીલ કરી હતી.

Shah Jina