અમેરિકાના સપના જોનારા માટે ધ્રાસ્કો પડે એવા દુઃખદ સમાચાર: બિચારા માસુમ ભારતીયોને પાર્કમાં ધરબી દીધી ગોળી, એકનું ત્યાંને ત્યાં મોત થઇ ગયું
વિદેશમાં ભારતીયો પર હુમલો થવાની ઘટના છાસવારે આવતી હોય છે. ઘણીવાર આવા હુમલાઓમાં કેટલાય ભારતીયોના પણ મોત થતા હોય છે, થોડા દિવસ પહેલા જ ઘરમાં લૂંટના ઇરાદે ઘુસેલા લૂંટારુઓએ એક ગુજરાતી વ્યક્તિને ગોળી મારી હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારે હવે વધુ એક મામલો સામે આવી રહ્યો છે, જ્યાં બે વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી જેમાંથી એકનું મોત થઇ ગયું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં માસ્ટર્સ પૂરું કરવાનું સપનું લઈને શિકાગો પહોંચેલા વિદ્યાર્થીઓ લૂંટપાટનો શિકાર બન્યા અને તેમાંથી એકનું મોત પણ થઇ ગયું. આ લૂંટપાટ શિકાગોમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓ સાથે થઇ હતી. લૂંટારૃઓએ તેમની સાથે ફક્ત લૂંટપાટ ના કરી પરંતુ તેમના પર ફાયરિંગ પણ કર્યું અને જેમાં એક વિદ્યાર્થીને મોતને ઘાટ પણ ઉતારી દીધો હતો. અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીની હાલત ખરાબ છે અને તે સારવાર હેઠળ છે, જયારે ત્રીજો વિદ્યાર્થી બચી ગયો હતો.
અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર ત્રણેય વિદ્યાર્થીઓ 10 દિવસ પહેલા જ પોતાની કોલેજનો અભ્યાસ પૂરો કરવા માટે અમેરિકાના શિકાગોમાં આવ્યા હતા. હુમલો અમેરિકી સમય પ્રમાણે રવિવારના રોજ થયો હતો. જેમાં મૂળ આંધ્ર પ્રદેશના વિજયવાડાનો રહેવાસી 23 વર્ષીય નંદપુ દેવાંશ, હૈદરાબાદના કોપ્પલાનો 22 વર્ષીય સાઈ ચરણ અને વિશાખાપટ્ટનમનો લક્ષ્મણ ભાડાના ઘરમાં રહેતા હતા.
ગત રવિવારની સાંજે ત્રણેય મિત્રો ઇન્ટરનેટ માટે રાઉટર ખરીદવા વોલમાર્ટ જતા હતા. ત્યારે જ બંદૂકધારી હુમલાખોરોએ તેમને રસ્તામાં રોકી લીધા. ત્રણેય પાસે મોબાઈલ, પૈસા અને સમાન માંગ્યો, તેમને આપી પણ દીધા, મોબાઈલનો પિન પણ જણાવ્યો. મોકો જોઈને ત્રણેય ભાગવા જતા હતા ત્યારે જ હુમલાવરોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં દેવાંશ અને સાઈ ચરણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા, લક્ષ્મણ ફાયરિંગથી બચવામાં સફળ રહ્યો.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ઘટનાના બીજા દિવસે સોમવારના રોજ દેવાંશનું મોત થયું. સાઈ ચરણની હાલત હાલ ખતરાની બહાર છે. પરંતુ હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ બનેં વિદ્યાર્થીઓ સદમાંમાં છે. દેવાંશ 13 જાન્યુઆરીએ અમેરિકા આવ્યો હતો, જ્યારે અન્ય બે વિદ્યાર્થી 15 દિવસથી ત્યાં રહેતા હતા.