યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીયો સાથે કરી રહ્યા છે નાપાક હરકત- વાંચી લોહી ઉકળી જશે

રશિયા અને યુક્રેન વચ્ચે મિસાઈલ અને બોમ્બ હુમલા થઈ રહ્યા છે. દરેક વ્યક્તિને પોતાનો જીવ બચાવવાની ચિંતા છે, પરંતુ આવા સંજોગોમાં પણ પાકિસ્તાનીઓ તેમની નાપાક હરકત કરી રહ્યા છે. રીપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની નાગરિકો યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. પાકિસ્તાન ઉપરાંત નાઈજીરિયાના વિદ્યાર્થીઓ પણ આવી જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી અહીંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની છે. ભારતીય વિદ્યાર્થીઓ એમ્બેસીના નિર્ણયથી નારાજ છે. એમ્બેસી કહી રહી છે કે, તમારા જોખમે સરહદ પર આવો, પરંતુ યુક્રેનમાં કર્ફ્યુ છે અને જેઓ ત્યાંથી નીકળે છે તેમને ગોળી મારવાનો આદેશ છે.

આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ સરહદ સુધી કેવી રીતે પહોંચે છે? યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારત પરત ફરવાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. કિવમાંથી કર્ફ્યુ હટાવ્યા બાદ ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને ટ્રેન દ્વારા પશ્ચિમ ભાગમાં પહોંચવાનું સૂચન કર્યું હતું, પરંતુ તે પણ સરળ ન હતું. કોઈક રીતે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે ત્યાં ટ્રેન ઉપલબ્ધ ન હતી. કેટલાક લોકો ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે કેટલાક ધક્કા ખાધા બાદ ટ્રેન પકડવામાં સફળ રહ્યા હતા.

હવે તેઓ ઉત્તર-પશ્ચિમના શહેર લ્વીવ તરફ જઈ રહ્યા છે. ગ્વાલિયરનો પવન સોલંકી હજુ પણ યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલો છે. પવને જણાવ્યું કે દૂતાવાસ વિદ્યાર્થીઓને પોતાના જોખમે રોમાનિયા, હંગેરી અથવા પોલેન્ડ બોર્ડર પર પહોંચવાનું કહી રહ્યું છે. અહીંથી દરેકને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં કર્ફ્યુ છે. કોઈપણને જોતા જ ગોળી મારવાના આદેશો છે. પવન સાથે રાજ્યના 6થી 7 વિદ્યાર્થીઓ ફસાયા છે.યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડર પર ફસાયેલા છે. તેમને સરહદ પાર કરવા દેવામાં આવી રહી નથી.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ પાકિસ્તાની પોતાનો અસલી રંગ દેખાડી રહ્યા છે અને ભારતીય વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં લાગેલા છે. તેઓ તેમના ખાવા-પીવાનું છીનવી રહ્યા છે. સોમવારે સાંજે કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચ્યા હતા, જેમણે પાકિસ્તાની અને નાઇજિરિયન લોકોના કૃત્યો વર્ણવ્યા હતા. સોમવારે સાંજે યુક્રેનના 27 વિદ્યાર્થીઓનું જૂથ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યું હતું. જ્યાં આ વિદ્યાર્થીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું.

આ વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભારતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પર પાકિસ્તાની અને નાઈજીરિયન વિદ્યાર્થીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમના ખાવા-પીવાની વસ્તુઓ છીનવાઈ રહી છે. પાકિસ્તાની નાગરિકો ભારત તરફથી બદલાની આગમાં ભારતીય વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે અને હુમલો પણ કરી રહ્યા છે.

Shah Jina