હાડ થીજવી દે તેવી ઠંડીમાં પોલેન્ડની બોર્ડર ઉપર કલાકોથી ફસાયા છે ભારતીય વિધાર્થીઓ, કહ્યું.. “કોઈને અમારી ચિંતા જ નથી…” જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઘણા બધા ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓંની આપવીતી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને હલા યુક્રેનમાં વિધાર્થીઓ કેવી દયનિય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પણ જણાવી રહ્યા છે. ત્યારે ઘણા વિધાર્થીઓ પોલેન્ડ બોર્ડર તરફ પણ ચાલવા લાગ્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલેન્ડ બોર્ડર ઉપર રહેલા ઘણા બધારતીય વિધાર્થીઓએ વીડિયો શેર કરી અને પોતાની આપવીતી જણાવી છે, યુક્રેનમાં રહેતા ભારતના વિધાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચ્યા છે અને વીડિયોમાં તે બોર્ડર ઉપર ભેગી થયેલી ભીડ બતાવી રહ્યા છે.

વીડિયોમાં એક વિધાર્થી જણાવી રહ્યો છે કે અત્યારે અમે પોલેન્ડ અને યુક્રેનની બોર્ડર વચ્ચે છીએ. અમને એડવાઈઝરી જારી કરીને કહેવામાં આવ્યું હતું કે તમે પોલેન્ડ બોર્ડર તરફ મુવ કરી શકો છો. જેના બાદ કાલે રાત્રે અમે પોલેન્ડ બોર્ડર તરફ નીકળ્યા. હવે અહીંયા આવીને અમે ફસાઈ ગયા છીએ, શું કરવું કઈ ખબર નથી પડી રહી. પોલેન્ડ પોલીસ કહી રહી છે કે અમને કોઈ આદેશ નથી આપવામાં આવ્યા.”

તે આગળ જણાવે છે કે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દી અમારા માટે કોઈ નિર્ણય લે, અને અમને અહીંયાથી બહાર કાઢે. માઇનસ 3 ડિગ્રીમાં અમે બધા વિધાર્થીઓ અહીંયા છીએ, કોઈ બીમાર પણ થઇ રહ્યા છે. રાત્રે બે વાગ્યાના ઉભા છીએ અને સવારના 8 વાગી ગયા છે. 25 કિલોમીટર સુધી અમે ચાલીને આવ્યા છીએ. અહીંયા અમને કઈ જ સુરક્ષિત પણ નથી લાગી રહ્યું.

Niraj Patel