વધુ એક ભારતીય વિદ્યાર્થીની વિદેશમાં હત્યા, 26 વર્ષિય આદિત્ય પર કરવામાં આવ્યો ગોળીબાર, સારબાર બાદ પણ ના બચાવી શકાયો જીવ

ચેતી જજો વિદેશના સપના જોનારાઓ: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, 3 ગોળીઓ ધરબી કરાઇ હત્યા

Indian Student Killed in America: ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં અમેરિકાના ઓહિયોમાં એક 26 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે સિનસિનાટી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીનું નામ આદિત્ય અદલખા હોવાનું કહેવાય છે.

અહેવાલ અનુસાર, આદિત્ય સિનસિનાટીમાં વેસ્ટર્ન હિલ્સ વાયાડક્ટ પર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર પર હુમલો કરવામાં આવ્યો. પોલીસને આદિત્યનો મૃતદેહ કારની અંદરથી મળ્યો હતો, જે એક કાર સાથે ટકરાઇ હતી. ડ્રાઇવિંગ સીટની બારી તરફથી ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. હુમલા બાદ આદિત્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આદિત્ય મોલેક્યુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજીમાં પીએચડી કરવા માટે અમેરિકા ગયો હતો. 9 નવેમ્બરે તેને ગોળી મારી દેવામાં આવી હતી. 18 નવેમ્બરે યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં તેનું મોત થયું હતુ. સ્થાનિકો અનુસાર, 9 નવેમ્બરના રોજ સવારે 6:20 વાગ્યા આસપાસ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, તે બાદ આની જાણ કરવામાં આવી.

Shah Jina