હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં 32 વર્ષીય સંશોધન વૈજ્ઞાનિક રોશની દાસનું સ્વીડનમાં રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યુ છે. રોશનીની માતા પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ઘરે એકલી રહે છે. દીકરાના મોતના સમાચાર સાંભળ્યા પછી, તે મૃતદેહ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઘરે ઘરે જઈને વિનંતી કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ડીપીએલ ટાઉનશીપમાં રહેતી રોશની એક આશાસ્પદ વૈજ્ઞાનિક હતી. તેણે દુર્ગાપુરમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બર્ધમાન રાજ કોલેજમાંથી જુલોજી ઓનર્સની ડિગ્રી મેળવ્યા પછી ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીમાં ડિગ્રી મેળવી. તે પછી તે સ્વીડનની ઉમેઆ યુનિવર્સિટીમાં ગઈ, જ્યાં તે ન્યુરોલોજીના ક્ષેત્રમાં પોસ્ટડોક્ટરલ સંશોધનના અંતિમ તબક્કામાં હતી.
ઉલ્લેખનીય છે કે, રોશની એકની એક સંતાન હોવાનું અને બાયોટેકનોલોજીમાં કલિંગા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી ભુવનેશ્વરથી સ્નાતક થયા બાદ સ્વિડનમાં PhDનો અભ્યાસ કરવા પહોંચી હતી. તે તેના કેમ્પસથી 2 કિમીના અંતરે જ રહેતી હતી. તેણે જનરલ ઓફ ઈન્ટરનલ મેડિસિન બનાવ્યું હતું જેમાં ડેમેન્શિયા અને અલ્ઝાઈમરનો ઉલ્લેખ કરાયો હતો.
રોશનીની માતા મમતા દાસના જણાવ્યા અનુસાર, તેમની દીકરી સાથે છેલ્લી વાતચીત 29 સપ્ટેમ્બરે થઈ હતી અને તે પછી કોઇ વાત થઇ નહોતી. 12 ઓક્ટોબરે સ્વીડિશ એમ્બેસી ભારતીય દૂતાવાસ પહોંચી અને દુઃખદ સમાચાર આપ્યા કે સ્વીડનમાં રોશનીનો તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને તેનાથી પણ ચોંકાવનારી બાબત એ હતી કે આ ઘટનાના સંબંધમાં એક સ્વીડિશ નાગરિકની અટકાયત કરવામાં આવી હતી.
આ માહિતી બાદ પરિવાર ચોંકી ઉઠ્યો. રોશનીની માતાએ કહ્યું કે 2018માં મારી દીકરી રિસર્ચ માટે સ્વીડન ગઈ હતી. કમનસીબે, તે સમયસર તેનું કાર્ય પૂર્ણ કરી શકી નહિ અને પોતાના ખાલી સમય દરમિયાન તેણે તેને જારી રાખ્યુ. થોડા દિવસ પહેલા જ તેને પૈસાની જરૂર હતી અને મેં ગયા મહિને 6 ઓક્ટોબરે તેને મોકલી આપ્યા હતા.
સામાન્ય રીતે રોશની પૈસા મળ્યા પછી મને જાણ કરતી પરંતુ આ વખતે તેણે કોઈ માહિતી નહોતી આપી. આ પછી તેની ફોન લાઇન પણ નિષ્ક્રિય થઈ ગઈ અને અમને તેના મોતના સમાચાર મળ્યા. રોશનીની માતાએ કહ્યુ કે અમે સ્વીડિશ સરકારને વિનંતી કરીએ છીએ કે તેના અકાળ અવસાન માટે જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવા અને પુત્રીના મૃતદેહને પરત કરવાની સુવિધા આપે.
મીડિયા અહેવાલો અનુસાર, રોશનીના કઝિને કહ્યુ કે, અમને અચાનક જાણ થઈ કે રોશનીનું મર્ડર કરવામાં આવ્યું છે. હજુ સુધી આની પાછળનું કારણ નથી સમજાયું. રોશનીની માતા પાસે દીકરીના પાર્થિવ દેહને પરત લાવવા રૂપિયા પણ નથી. જો કે, પોલીસે ઈમેલમાં જણાવ્યુ હતું કે રોશનીનું મોત 30 સપ્ટેમ્બરે થયું હતું. એવામાં બંગાળ પોલીસને શંકા ગઈ કે 2 સપ્તાહ પછી કેમ જાણ કરવામાં આવી.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં