કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા, રૂમમેટે જ ચપ્પા વડે કર્યો હુમલો

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે, તાજેતરમાં જ કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થિની તેના રૂમમેટે જ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. જેમાં, વિદ્યાર્થીના રૂમમેટે જ કિચનમાં હત્યા કરી દીધી છે. બંને વચ્ચે કોઈક વાતને લઈને બબાલ થઈ ગઈ હતી. જેના પરિણામે વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

22 વર્ષીય ભારતીય મૂળ ગુરાસિસ સિંહ ત્યાં બિઝનેસ મેનેજમેન્ટની સ્ટડીઝ કરવા આવ્યો હતો. લેમ્બટન યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરી રહ્યો હતો અને અચાનક આ ઘટના બનતા તેના પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ ચાલુ રાખી છે.

1 ડિસેમ્બર 2024ના રોજ તે રૂમમેટ સાથે કિચનમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે જોરદાર બબાલ થઈ અને બોલાચાલી વધી જતા રૂમમેટ ઉશ્કેરાઈ ગયો હતો. તે ચપ્પુ લઈને ભારતીય મૂળના વિદ્યાર્થી ગુરાસિસ સિંહની તરફ દોડ્યો અને એકપછી એક ઘા કરવા લાગ્યો હતો. આ હુમલો એટલો નિર્દયતાથી કરાયો હતો કે ગુરાસિસ સિંહનું મોત નીપજ્યું હતું.

રવિવારે ઓન્ટારિયો પોલીસને જાણ થઈ કે સાર્નિયાના એક રેસિડન્સમાં ચપ્પા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસે તપાસ કરી અને જે રૂમમેટ હતો એની કસ્ટડી મેળવી લીધી હતી. બાદમાં ભારતીય મૂળના સ્ટુડન્ટનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાં આપવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં કહ્યું કે 36 વર્ષીય ક્રોસલેય હંટર સામે સેકન્ડ ડિગ્રી મર્ડરનો આરોપ લગાવાયો છે. ગુરાસિસ સિંહ અને ક્રોસલે હંટર એક જ રૂમિંગ હાઉસમાં રહેતા હતા. તેવામાં કિચનમાં કામ કરતા સમયે બંને વચ્ચે કોઈક વાતને લઈને બબાલ થઈ ગઈ હતી અને પછી આ ઘટનાનું હિંસક પરિણામ આવ્યું હતું. ક્રોસલે હંટર સામે સિંહને મલ્ટિપલ ટાઈમ્સ ચપ્પુ માર્યા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.

લેમ્બટન કોલેજે સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમારા એક એક વિદ્યાર્થિની અમને કદર છે અને તેઓ અમારા દિલમાં રહે છે. ભારતીય સ્ટુડન્ટની હત્યાના કેસમાં અમને ઘણું દુઃખ થયું છે અને આઘાત લાગ્યો છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છે. એટલું જ નહીં તેમની સાથે અમે સતત કોન્ટેક્ટમાં છીએ અને ફ્યુનરલ એરેન્જમેન્ટની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

Twinkle