અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને કારથી કચડ્યા બાદ પોલિસકર્મીએ ઉડાવી મજાક, હસતા હસતા કહ્યુ એવું કે જાણી તમારું મગજ પણ છટકી જશે

વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતના ઘણીવાર મામલા સામે આવે છે. કેટલીકવાર કોઇનું રહસ્યમય સંજોગોમાં તો કોઇનું અકસ્માતને કારણે મોત થાય છે. હાલમાં અમેરિકામાં પોલીસ વાહનની ટક્કરથી એક ભારતીય વિદ્યાર્થીનીનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રોડ ક્રોસ કરતી વખતે સિએટલ પોલીસની કારની ટક્કરથી એક ભારતીય વિદ્યાર્થીનું કરૂણ મોત નિપજ્યુ હતું. જો કે, આ દરમિયાન પોલિસ અધિકારીઓએ માનવતા નેવે મૂકી દીધી હતી અને તેઓ હસતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીની વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાની 23 જાન્યુઆરીએ સાઉથ લેક યુનિયનમાં હત્યા કરવામાં આવી હતી. જાહ્નવી 2021માં બેંગલુરુથી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઇ હતી, અને કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહી હતી. જે ગાડીના કારણે આ અકસ્માત થયો, તેના પાછળ સિએટલ અધિકારી કેવિન ડેવ બેઠા હતા.

વીડિયો ફૂટેજમાં એક પોલીસ અધિકારી જાહ્વવીને CPR આપતા દેખાઈ રહ્યા છે. અન્ય બોડીકેમ ફૂટેજમાં, કેવિને કહ્યું કે જ્યારે હું સાયરન વગાડી રહ્યો હતો ત્યારે છોકરી ક્રોસવોક પર હતી અને તેણે મને જોયો કે તરત જ તે ક્રોસવોક પરથી ભાગવા લાગી જેના કારણે અકસ્માત થયો. ઘટના સમયે કેવિન ફોન કોલનો જવાબ આપી રહ્યો હતો.

આ ઘટના પછી કેવિનને એમ કહેતા પણ સાંભળવામાં આવ્યા કે, “હું પરેશાન થઈ ગયો.” જો કે, પોલીસ એકાઉન્ટેબિલિટી ઓફિસ કેવિને વિભાગની નીતિનું પાલન કર્યું હતું કે કેમ તે અંગે તપાસ ચાલુ રાખી છે. જાહ્નવીના દુઃખદ અવસાનથી તેનો પરિવાર આઘાતમાં છે.

Shah Jina