ભારત સરકારને અમારી કંઈ જ પડી નથી, યુક્રેનમાં ફસાયેલ એક વિદ્યાર્થીનીની વેદના સાંભળી આંખમાંથી પાણી આવી જશે…

રશિયાના સતત આક્રમક વલણ વચ્ચે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે અને તેઓ ભારત સરકારને સુરક્ષિત સ્વદેશ પરત ફરવા વિનંતી કરી રહ્યા છે. યુક્રેનના ટેર્નોપિલમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ તેમને ભારત પાછા લાવે. બે ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે અભ્યાસ માટે યુક્રેન આવ્યા હતા. અમે સરકાર અને અમારા દૂતાવાસોને વિનંતી કરીએ છીએ કે અમને વહેલામાં વહેલી તકે ભારત પરત લઈ જાય. હવે આ બાદ એક યુવતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની વેદના જણાવી રહી છે અને કહી રહી છે મોદી સરકારને અમારી કંઇ જ પડી નથી.

આ યુવતિ વીડિયોમાં કહી રહી છે ઘણા ભારતીયો અને તેના ઘણા મિત્રો ત્યાં ફસાયેલા છે, કેટલાક લોકો ઘરે જઇ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં બોમ્બ બ્લાસ્ટ થયો. ત્યારે તે લોકોને વચ્ચે જ રોકી દેવામાં આવ્યા. તે લોકો ઇન્ડિયન એમ્બેસીને ફોન કરી અને કહી રહ્યા છે કે તે લોકો અહીં ફસાયા છે અને આગળ તે લોકો શું કરે તો આ બાબતે તેમને રિસ્પોન્સ નથી મળી રહ્યો. તે લોકો કોઇ પણ જવાબ આપી રહ્યા નથી.

યુનિવર્સિટીના હેડ કહી રહ્યા છે કે તમારે લોકોને પેનિક થવાની જરૂર નથી.ત્યારે યુવતિ કહી રહી છે કે તે લોકોને અમારી લાઇફની કોઇ વેલ્યુ નથી. તે એવું પણ કહી રહી છે કે ઇન્ડિયન ગર્વમેન્ટને પણ અમારી લાઇફની કોઇ વેલ્યુ નથી. આવી પરિસ્થિતિમાં પણ એરલાઇન્સની ટિકિટ 60-70 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. વીડિયોમાં આ યુવતિ એવું કહેતા સંભળાઇ રહી છે, જે હાઇ ક્લાસ ફેમીલી છે તે તો એકવાર માટે પે પણ કરી દેશે પરંતુ જે મિડલ ક્લાસ ફેમીલી હશે તો તે કેવી રીતે 60-70 હજાર રૂપિયાની ટિકિટ કરાવીને જશે.

આવી પરિસ્થિતિમાં તે લોકોની જવાબદારી બને છે કે તે લોકોએ આ વિદ્યાર્થીઓ અને ભારતીયો જે પણ ફસાયા છે તેમને વેક્યુવેટ કરાવવા જોઇએ. કેમ કે 20 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભણી રહ્યા છે. આ યુવતિ વીડિયોમાં આગળ એવું કહી રહી છે કે, દેશના ભવિષ્ય માટે જ તો તે લોકો ત્યાં ભણી રહ્યા છે. તે લોકો તેમના માટે ભલે ભણી રહ્યા છે પરંતુ ઇન્ડિયન ગર્વમેન્ટને એ તો વિચારવું જોઇએ કે તે લોકો વેક્યુએશન ફ્રી નથી કરાવી શકતા તો કમસે કમ પ્રાઇઝ તો થોડી કન્વીનીયન્ટ કરાવી દે તો બધા માટે સરળ રહે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina