યુક્રેનમાં ભારતીયનું મોત: ખાર્કિવમાં આજે સવારે થયેલા હુમલામાં ભારતીય વિધાર્થીનું મોત, જુઓ આખી ઘટનાનો વીડિયો

રશિયા યુક્રેનના શહેરોને કબજે કરવા માટે ઝડપથી હવાઈ હુમલા કરી રહ્યું છે. મંગળવારે, ખાર્કિવમાં, તેણે હવાઈ હુમલો કર્યો અને ખાર્કીવના મુખ્યાલયને ઉડાવી દીધું. ત્યારે હવે ભારતીયોને જે વાતનો ડર હતો તે જ ઘટના ઘટી ગઈ. આ હવાઈ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

હુમલામાં જે વિધાર્થીનું મોત થયું છે તેનું નામ નવીન એસ.જી. છે. જેની ઉંમર 20 વર્ષ છે. આ વિદ્યાર્થી વિશે વધુ માહિતી બહાર આવી નથી. આ વિધાર્થી બેંગ્લોરનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે ખૂબ જ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે ખાર્કિવમાં આજે સવારે એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અન્ય ટ્વિટમાં, બાગચીએ કહ્યું કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોને તાત્કાલિક ભારતીય નાગરિકો માટે સલામત માર્ગ મેળવવા માટે બોલાવી રહ્યા છે. તેણે ખાર્કિવ અને સંઘર્ષના અન્ય વિસ્તારોમાં હાજર તેના વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. રશિયા અને યુક્રેનમાં અમારા રાજદૂતો દ્વારા પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સતત હુમલાઓ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે આજે ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક કિવ છોડી દેવાની સલાહ આપી છે. આ દરમિયાન ખાર્કિવમાં પણ ભારે ગોળાબારી શરૂ થઇ હતી. રશિયાએ ખાર્કિવ હેડક્વાર્ટર પર મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલામાં તમામ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રશિયા દ્વારા રવિવારે ખાર્કિવ શહેર પર કબજો કરવામાં આવ્યો હતો. રશિયાએ કિવ પર નિયંત્રણ માટે સૌથી મોટી સૈન્ય ટીમ મોકલી છે.

નવીન સાથે રહેતા વિદ્યાર્થીના પિતાએ પીએમ પાસે માંગણી કરી હતી. તેમણે કહ્યુ- અમે વડાપ્રધાનને અમારા બાળકોને પાછા લાવવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ.પીએમ મોદી માટે આ કોઈ મોટી વાત નથી. જો તે નક્કી કરે છે, તો તે આને શક્ય બનાવી શકે છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ શેખર ગૌડાને ફોન કરીને જણાવ્યું કે તેમના પુત્રનું અવસાન થયું છે. નવીન છેલ્લા બે દિવસથી મારા પુત્ર સાથે હતો. તે સવારે નાસ્તો કરવા બહાર ગયો હતો. વિદ્યાર્થીને મારવાની શું જરૂર હતી ? સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

મારો પુત્ર પ્રવીણ નવીન સાથે ભણતો હતો. અમે દરરોજ તેની સાથે સંપર્કમાં હતા. પ્રવીણે અમને કહ્યું કે ન તો ખાવાનું હતું કે ન તો સારી ઊંઘ. અમે સી ટી રવિ અને અન્યને મળ્યા. સુમન પણ નવીન સાથે બહાર જવા માંગતી હતી. હવે અમને ખબર પડી છે કે નવીન ગોળીબારમાં માર્યો ગયો હતો. તે બધાની હાલત અત્યંત નાજુક છે. તેમને પાછા લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. સુમન પ્રથમ વર્ષમાં છે. અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે તેઓ તેમને રશિયાની સરહદથી પાછા લાવે, જે ખાર્કિવની ખૂબ નજીક છે. અમારા સ્થાનિક સાંસદો પણ તેમને પરત લાવવા માટે અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે.

નવીને બે દિવસ પહેલા જ તેના પિતા સાથે  વીડિયો કોલથી વાત કરી વાત કરી હતી. વાતચીત દરમિયાન નવીનના પિતાએ પુત્રને કહ્યું કે તેઓ પોતાની સંભાળ રાખે અને ત્યાં સાથે રહે. તેમણે પુત્રને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવીનના મૃત્યુની માહિતી વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

તમને જણાવી દઈએ કે નવીન યુક્રેનમાં MBBS નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે ચોથા વર્ષમાં હતો. નવીન કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો. વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નવીનનું યુક્રેનમાં રશિયન મિસાઈલ હુમલામાં મોત થયું હતું. નવીનના સંયોજક પૂજા પ્રહરાજે એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરી હતી.

Niraj Patel