ખબર

ભારતીય છોકરી કેબમાં ભૂલી ગઈ કેશથી ભરેલું પાકીટ, પાકિસ્તાની કેબ ડ્રાઈવરે રુવાડા ઉભા કરી દે તેવું કામ કર્યું

સામાન્ય રીતે આપણે ત્યાં રીક્ષા અથવા કેબમાં પાકીટ ભૂલી જાઓ તો પાછું મળવાની શક્યતા ઓછી હોય છે. તેમ છતાં જો તમને તમારું ખોવાયું પાકીટ પાછું મળી જાય, તો કાં તો તમારું નસીબ સારું છે, અથવા તો એ વ્યક્તિની નિયત સારી છે.

દુબઈમાં રહેતી એક ભારતીય વિદ્યાર્થીની ખુશીથી ઉછળી પડી જયારે તેને તેનું ખોવાયેલું પાકીટ પાછું મળ્યું. તેને તેનું પાકીટ પાછું આપનાર એક પ્રામાણિક પાકિસ્તાની કેબ ડ્રાઈવર હતો. વાત એમ છે કે 4 જાન્યુઆરીએ, રેચેલ રોઝ નામની વિદ્યાર્થીની મોદસ્સર ખાદીમની કેબમાં પોતાનું પાકીટ ભૂલી ગઈ હતી. તેના પાકીટમાં 19 હજાર રૂપિયા રોકડ અને યુકે વિઝા હતા. જે કેબ ડ્રાઈવરે પરત કર્યા હતા.

ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા રોઝની માતા સિંધુ બિજુએ કહ્યું કે, ‘જ્યારે અમે બીજી કારમાં અમારા મિત્રોને જોયા તો તરત અમે તે ટેક્સી છોડીને મિત્રો સાથે જવાનું નક્કી કર્યું. આ દરમિયાન, રોઝ પોતાનું પાકીટ તે કારમાં જ ભૂલી ગઈ.’

જયારે વોલેટ ખોવાયું છે એ ધ્યાન આવ્યું ત્યારે પરિવારે પોલીસ પાસે મદદ માંગી અને સીસીટીવી ફૂટેજ તપાસવા જણાવ્યું. પરંતુ કારની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નહોતી.

Image Source

રોઝ પાસે તેની વિઝાની કોપી પણ નહોતી. તેણે પોતાની યુનિવર્સિટીને કોલ કરીને કહ્યું કે તેણે ફરીથી વિઝા માટે અરજી કરવી પડશે. બીજી તરફ, કેબ ડ્રાઇવર ખાદીમને બે ટ્રીપ પુરી કર્યા પછી પાકીટ દેખાયું. તેણે મુસાફરોને પૂછ્યું અને તેમના ઇનકાર કરવા પર તેને પાકીટ ખોલ્યું, તો તેમાં રોકડ અને કાર્ડ હતા. ત્યારબાદ તેણે તરત જ પોલીસને જાણ કરી. કેબ ડ્રાઇવર ખાદિમને આરટીએ (રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી) નો ફોન આવ્યો અને તેની પાસેથી વિગતો ચકાસવામાં આવી. વિગતો મેચ થયા પછી, તેણે આ પાકીટ રોઝને પરત કરી દીધું.

રોઝના પિતાએ પણ ખાદીમને 600 દિરહામ (રૂ. 11,500) આપવા માંગ્યા તો પણ તેને એ લેવાની ના પાડી દીધી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.