ભારતનો ત્રીજો વ્યક્તિ જેણે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ખાધી ગોળી ખાધી….હવે કર્યો ખુલાસો

યુદ્ધગ્રસ્ત યુક્રેનના કિવ શહેરથી બહાર નીકળતી વખતે પ્રથમ હુમલામાં ઘાયલ થયેલા અને બાદમાં ગોળી વાગેલ ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ પાસે પોતાની કહાની જણાવતા મદદ માંગી છે. જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે શુક્રવારે પુષ્ટિ કરી હતી કે યુક્રેનની રાજધાની કિવમાં એક ભારતીય વિદ્યાર્થી ગોળી વાગવાથી ઘાયલ થયો છે. સિંહ હાલમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા પાડોશી દેશ પોલેન્ડમાં છે. હરજોત સિંહનો સંદેશ રવિન્દર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. રવિન્દર સિંહ ખાલસા એડના સ્થાપક અને સીઈઓ છે. તેમણે યુક્રેનમાં ભારતીય દૂતાવાસને ટ્વીટ કરીને હરજોત માટે મદદ માંગી છે.

એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં હરજોત સિંહે કહ્યું, ‘મારી એક જ વિનંતી છે કે મને શક્ય તેટલી વહેલી તકે અહીંથી દૂર કરવામાં આવે જેથી હું મારા પરિવારને મળી શકું. મેં ભારતીય દૂતાવાસમાં લગભગ દરેક વ્યક્તિ સાથે વાત કરી છે. તેણે માત્ર દિલાસો આપ્યો છે. હજી સુધી અહીં કોઈ મદદ પહોંચી નથી.’ હરજોતે એમ પણ કહ્યું કે તે ઘરે પહોંચ્યા પછી તેની માતા દ્વારા બનાવેલા બટાકાના પરાઠા ખાશે. તેણે આગળ કહ્યુ કે, ‘મારું અહીં કોઈ નથી. મારી પાસે AK47 બુલેટ છે. મારા પગમાં ફ્રેક્ચર છે.

મેં દૂતાવાસને વિનંતી કરી છે કે મને કાર દ્વારા અથવા અહીંથી કોઈ માર્ગે લઈ જાઓ. હું ચાલી શકતો નથી. જો પગમાં ફ્રેક્ચર ન હોત તો પોતે ચાલીને સરહદ સુધી પહોંચી ગયો હોત. કિવમાં અત્યારે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અટવાયા છે. સર્વત્ર ભયનો માહોલ છે. સ્થિતિ ક્યાંય સારી નથી. તમને જણાવી દઈએ કે, હરજોત સિંહ 27 ફેબ્રુઆરીએ યુક્રેનની પશ્ચિમી સરહદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને કિવમાં ગોળી વાગી હતી. સ્થાનિક લોકો તેને એમ્બ્યુલન્સની મદદથી કિવ શહેરની હોસ્પિટલમાં લઈ ગયા. હરજોત સિંહ ભારતીય દૂતાવાસથી માત્ર 20 મિનિટ દૂર છે. તેઓ સતત ભારત સરકાર અને ભારતીય દૂતાવાસ પાસે મદદ માટે વિનંતી કરી રહ્યા છે.

एक और भारतीय छात्र को गोली लगी….

હરજોત સિંહ એનડીટીવી સાથે વાતચીત કરતા કહી રહ્યો છે કે તેઓને ટ્રેનમાં ચઢવા દેવામાં આવતા ન હતા, તે બાદ તેઓએ નક્કી કર્યુ કે તેઓ પ્રાઇવેટ કેબ કરીને જશે. તે બાદ તેઓએ કેબ કરી અને જેવા જ તેઓ કેબમાં બેઠા કે શુટઆઉટ ચાલુ થયુ. તે બાદ અચાનક હું પડી ગયો અને તે બાદ એમ્બ્યુલન્સ તેને હોસ્પિટલ લઇ આવી જે બાદ તેને ત્યાં કહેવામાં આવ્યુ કે તેને ગોળા વાગી છે. તેનું ઓપરેશન થયુ અને છાતીમાંથી ગોળી પણ નીકાળવામાં આવી. હરજોત સિંહને બે તારીખે રાત્રે હોંશ આવ્યો હતો. તેણે કહ્યુ કે, જયારે મને ગોળી વાગી હતી ત્યારે મેં વાયગુરુને કહ્યુ હતુ કે મને નવું જીવન માતા માટે જ જોઇએ છીએ.

Shah Jina