અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીએ ગુમાવ્યો જીવ, રોડ અકસ્માતમાં 26 વર્ષીય વંદનાનું મોત- 2 ગંભીર ઘાયલ

અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે, આ અકસ્માતમાં અન્ય બે ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં થયો હતો. ભારતીય વિદ્યાર્થીની ઓળખ 26 વર્ષિય નાગા શ્રી વંદના પરિમાલા 26 તરીકે થઇ છે, જે કથિત રીતે મેમ્ફિસ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સાયન્સ (MS)નો અભ્યાસ કરી રહી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. તે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના એક વેપારીની દીકરી હતી અને વર્ષ 2022માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ પવન અને નિકિત ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પવનની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની કાર બેકાબૂ થઈ ગઈ હતી અને બીજી કાર સાથે ટકરાઇ ગઇ. તેની સાથે નિકિત અને પવન પણ હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટના ઉત્તરપૂર્વ મેમ્ફિસમાં નેશનલ સ્ટ્રીટ અને રોકવુડ એવન્યુના ચાર રસ્તા પર બની હતી.

File Pic

એક અહેવાલ મુજબ, રૉકવુડ એવન્યુ પર પશ્ચિમ તરફ જતા સમયે એક વાહને રસ્તો ના આપ્યો અને આ પછી વિદ્યાર્થીઓને લઇ જઇ રહેલી કાર સાથે ટક્કર થઇ ગઇ, જે નેશનલ સ્ટ્રીટ પર દક્ષિણ તરફ જઈ રહી હતી. અકસ્માત બાદ વંદનાને રિઝનલ વન હેલ્થ લઇ જવામાં આવી હતી, જ્યાં તેણે દમ તોડી દીધો. પવનની હાલત ઘણી ગંભીર છે, નિકિતની પણ સારવાર ચાલી રહી છે.

Shah Jina