ગરીબ બાપે દેવું કરીને દીકરાને મોકલ્યો અમેરિકા, સુખના દિવસો આવવાના જ હતા ત્યાં દીકરાનું ગોળી વાગવાથી થયું મોત, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

અમેરિકામાં 25 વર્ષીય વિધાર્થીને ગોળી ઠોકી દીધી, અમેરિકાના સપના જોનારાઓ સાવધાન થઇ જજો- જાણો સમગ્ર મામલો

આજે દેશમાંથી ઘણા લોકો વિદેશમાં ભણવા અને કમાવવા માટે જતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશોમાંથી એવી ઘટનાઓ સામે આવી છે જેના કારણે ભારતમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોની હત્યાના મામલાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીની ગોળી મારીને અમરિકામાં હત્યા કરી દેવામાં આવી.

અમેરિકાના અલાબામા રાજ્યના મોન્ટગોમેરી શહેરમાં રવિવારે (5 ફેબ્રુઆરી) રાત્રે એક ફિલિંગ સ્ટેશન પર અચાનક ગોળી વાગી હતી. આ ઘટનામાં 25 વર્ષીય વિદ્યાર્થી મહળાલી અખિલ સાંઈનું મોત થયું હતું. અખિલ સાઈ ભારતના તેલંગાણા રાજ્યનો રહેવાસી હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલિંગ સ્ટેશન પર એક વ્યક્તિએ આકસ્મિક રીતે મિસફાયર કર્યું અને ગોળી અખિલ સાંઈના માથામાં સીધી વાગી. અખિલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

અખિલ સાઈ તેલંગાણાના મધિરા શહેરનો રહેવાસી હતો. માતા-પિતાએ જણાવ્યું કે ડિસેમ્બર 2021માં અખિલ મોન્ટગોમરી શહેરની ઓર્બન યુનિવર્સિટીમાં એમએસ કોર્સ માટે ગયો હતો. સાથે જ તેના માતા-પિતાએ તેલંગાણા સરકાર અને ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે મૃતદેહને વહેલી તકે ભારત લાવવામાં આવે.

પોલીસે હત્યાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 23 વર્ષીય રવિ તેજા ગોલી તરીકે થઈ છે. પોલીસ અને ફાયર કર્મીઓને રવિવારે રાત્રે 9:30 વાગ્યે ઈસ્ટર્ન બુલવાર્ડના 3200 બ્લોકમાં અખિલ સાંઈને ગોળી વાગેલા મળી આવ્યો હતો. તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. વિદ્યાર્થીના માતા-પિતાએ મંગળવારે જણાવ્યું કે અખિલ ત્યાં પાર્ટ ટાઈમ પણ કામ કરતો હતો.

તેની માતાએ રડતાં રડતાં કહ્યું, “અમે અમારા દીકરાને ભણવા મોકલ્યો હતો… અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે અમારા દીકરાને આ રીતે ગુમાવીશું.” અખિલના માતા-પિતાએ તેલંગાણા, ભારત અને યુએસ સરકારને પુત્રના મૃતદેહને ઘરે લાવવામાં મદદ કરવા વિનંતી કરી છે.”

Niraj Patel