ખબર

હવે ચાંદ ઉપર પણ બનશે મકાન, ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી ખાસ પ્રકારની ઈંટ

ચાંદ ઉપર જીવન છે એ વાતની ખબર થતા જ તેના માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ દુનિયાભરના વૈજ્ઞાનિકો કરતા આવ્યા છે. હવે ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ચાંદ ઉપર બિલ્ડીંગ બનાવવા માટે ખાસ પ્રકારની ઈંટ બનાવી છે. આ સ્પેશિયલ ઈંટની અંદર ખાસ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Image Source

આઈઆઈએસસી એ પોતાના એક નિવેદનની અંદર જણાવ્યું છે કે ઈંટ જેવી આ રચનાને ચાંદ ઉપર મળી આવનારી માટીમાંથી બનાવવામાં આવી છે. આ વિશેષ પ્રકારની ઈંટને બનાવવા માટે બેકટેરિયા અને ગુવારના દાણાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. IISc તરફથી કહેવામાં આવ્યું છે કે “આ અંતરિક્ષ ઈંટોનો ઉપયોગ ચંદ્રમાની સપાટી ઉપર રહેવા માટે નિર્માણ કામ કરવા માટે કરવામાં આવશે.”

Image Source

IISc અને ISROની ટિમ દ્વારા વિકસિત આ પ્રોસેસમાં યુરિયાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ચન્દ્રમા ઉપર માનવ મૂત્રમાંથી લેવામાં આવશે. આ ઉપલબ્ધી ઉપર IISc મેકેનિકલ એન્જીન્યરીંગ વિભાગના સહાયક પ્રોફેસર આલોક કુમારે જણાવ્યું હતું કે “આ હકીકતમાં ખુબ જ રોમાંચક છે, કારણ કે આ બે અલગ અલગ ક્ષેત્રો જીવ વિજ્ઞાન અને મેકેનિકલ એન્જીન્યરીંગને એક સાથે લાવે છે.” તેમને એમ પણ જણાવ્યું કે અંતરિક્ષની શોધ પાછલી શતાબ્દીમાં તેજી આવી છે.

Image Source

કુમારના જણાવ્યા પ્રમાણે IISc, ISROની ટિમ અને વૈજ્ઞાનિક અર્જુન ડે તથા વેણુગોપાલે સૌથી પહેલા બેક્ટિરિયાની સાથે ચંદ્રની સપાટીને માટીમાં ભેળવી. ત્યારબાદ તેમાં યુરિયા અને ગુવારના દાણા ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ તેને થોડા દિવસ માટે છોડી દેવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તે આવનાર સમયમાં તેનાથી પણ મોટી ઈંટ બનાવવાનો પ્રયત્ન કરશે.

Image Source

પૃથ્વીના સંશોધનને ઝડપથી ઘટવાની સાથે વૈજ્ઞાનિકોએ ફક્ત ચન્દ્રમા અને સંભવતઃ બીજા ગ્રહોના નિવાસીઓ માટે પોતાના પ્રયાસો ઝડપી કર્યા છે. નિવેદન પ્રમાણે બાહરી અંતરિક્ષમાં એક પાઉન્ડ સામગ્રી મોકલવા માટે લગભગ 7.5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. આ આખી પ્રોસેસમાં સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.