દેશના આ 4 શાહી પરિવારની જીવનશૈલી છે એકદમ રોયલ, જીવે છે એવી લાઇફ કે જાણીને ચોંકી જશો

મુકેશ અંબાણીની લાઇફસ્ટાઇલ પણ ટૂંકી પડે એવા આ 4 પરિવાર દેશમાં સૌથી ઠાઠ સાથે રોયલ લાઈફ જીવે છે, જોઈ લો એકવાર

ભારતના ઇતિહાસમાં કેટલાક રાજા-મહારાજાઓનો ઉલ્લેખ છે. જો કે, છેલ્લા પાંચ દાયકામાં ઘણુ બદલાઇ ગયુ છે. 1971માં ભારતના સંવિધાનમાં થયેલા 26માં સંશોધન સાથે જ રાજાઓને મળનારી વિશેષ ઉપાધિઓ અને તેમને મળનાર વિત્તીય લાભને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. આ બાદ શાહી પરિવારોને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

જો કે, હાલમાં પણ એવા કેટલાક શાહી પરિવાર છે જે તેમના પૂર્વજોની જેમ એકદમ ઠાઠ સાથે જીવે છે. તો ચાલો જાણીએ આવા પરિવારો વિશે…

1.પટૌડીના નવાબ : આ શાહી પરિવારને કોણ નથી જાણતુ. પટૌડી રાજવંશના પહેલા ભારતીય શાર્ષ ટીમના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડી સંભાળતા હતા. આ પરિવારની પરંપરા હવે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન આગળ વધારી રહ્યા છે. સૈફએ પહેલા બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તે બાદ તેમને બે બાળકો થયા હતા, એક દીકરો ઇબ્રાહિમ અલી કાન અને એક દીકરી સારા અલી ખાન. સૈફે અમૃતા સાથે તલાક બાદ બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા, તેને કરીના કપૂરથી બે બાળકો છે એક તૈમુર અને હાલમાં જ કરીનાએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે.

2.મેવાડ રાજવંશ : રાણા અરવિંદ સિંહ મેવાડ રાજઘરાનાના 76માં વારસદાર છે. તેમણે કચ્છની રાજકુમારી વિજયરાજ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક પુત્ર લક્ષરાજ સિંહ અને પુત્રી પદ્મજા છે. આ રાજઘરાનાનો રાજસ્થાનમાં એચઆરએચ ગ્રુપ ઓફ હોટલ્સના નામથી બિઝનેસ છે. તેમાં હેરિટેજ હોટલ, રિસાર્ટ્સ અને ચેરિટેબલ ઇંસ્ટિટયૂશન સામેલ છે. આ રાજઘરાના પાસે તેમના જમાનાની વિટેંજ ગાડીઓને ઉદયપુર સિટી પેલેસમાં રાખેલ છે.

3.જોધપુરના રાઠોડ : રાઠોડ શાસકો શતાપ્દીના પ્રાચીન રાજવંશોમાંના એક છે. વર્તમાનમાં મહારાણા ગજસિંહ દ્રિતિય તેના પ્રમુખ છે. આ શાહી પરિવાર પાસે જોધપુરમાં ઘણુ મોટુ ઘર છે. તે ઉપરાંત ઉમ્મેદ ભવન અને મેહરાનગઢનો કિલ્લો પણ તેમનો છે.

4.વડીયાર રાજવંશ : મૈસુરના નવા રાજા યદુવીર કૃષ્ણદત્ત્તા ચામરાજા લગભગ 23 વર્ષના છે. તેમને 23 વર્ષની ઉંમરે જ રાજા બનાવવામાં આવ્યા હતાય આ રાજઘરાનુ આજથી નહિ લગભગ 1399થી ચાલી રહ્યુ છે. મૈસુરમાં સ્થિત મૈસુર મહારાજા પેલેસ શહેરની સૌથી મશહૂર જગ્યાઓમાંની એક છે. એવુ માનવામાં આવે છે કે મૈસૂર રાજ પરિવાર પાસે લગભગ 10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Shah Jina