ભારત પાકિસ્તાનની મેચ શરૂ થતા પહેલા શા કારણે ઘૂંટણિયે બેઠા હતા ભારતીય ખેલાડીઓ, કારણ જાણીને હેરાન રહી જશો

ગઈકાલે ખુબ જ રોમાંચક મેચ યોજાઈ. જેમાં ભારત પાકિસ્તાનની ટીમ ઘણા લાંબા સમય બાદ આમને સામને રમવા માટે ઉતરી. માત્ર ભારત અને પાકિસ્તાન જ નહિ પરંતુ આ મેચ ઉપર આખી દુનિયાની નજર ટકેલી હતી. કારણ કે ભારત ટી-20 વર્લ્ડ કપમાં આજ સુધી પાકિસ્તાન સામે હાર્યું નથી, પરંતુ આ વખતે બાજી બદલાઈ ગઈ અને ભારતને હારનો સામનો કરવો પડ્યો.

ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા ભારતની ટીમ દ્વારા એક એવું કામ કરવામાં આવ્યું જેની ચર્ચાઓ ખુબ જ થઇ રહી છે અને ભારતની ટીમ દ્વારા કરવામાં આવેલા આ કામથી કરોડો ચાહકોના દિલ પણ જીતી લેવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાન સામેની ટી-20 વર્લ્ડ કપ મેચ શરૂ થતા પહેલા ઘૂંટણિયા ઉપર બેઠેલી જોવા મળી હતી. આ જોઈને સૌ કોઈને નવાઈ લાગી હતી.

ટોસ થયા બાદ મેચ શરૂ થતા પહેલા મેદાનની અંદર પહોંચેલા રોહિત શર્મા અને કે.એલ. રાહુલ પણ પોતાના ઘૂંટણિયે બેઠેલા જોવા મળ્યા તો  બીજી તરફ મેદાનની બહાર બાઉન્ડ્રી લાઈન પાસે ભારતીય ટીમ પણ ઘૂંટણ ઉપર બેઠેલી જોવા મળી હતી. બધાએ પોતાની છાતી ઉપર હાથ પણ રાખ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓએ પણ પોતાની છાતી ઉપર હાથ રાખ્યા હતા.

આની પાછળનું કારણે ભારત અને પાકિસ્તાનની બન્ને ટીમો નક્સલવાદ વિરુદ્ધ દુનિયાભરમાં ચાલી રહેલા “બ્લેક લાઈવ મેટર”નું સમર્થન કરવા માટે આમ કર્યું હતું. ટીમ ઇન્ડિયા દ્વારા પહેલા આ વિશે જાણકારી આપવામાં આવી નહોતી. પરંતુ મેદાનમાં આ નજારો જોઈને ચાહકોનું દિલ જીતી લેવામાં આવ્યું હતું. ટીમ ઇન્ડિયા દ્વારા પહેલા પણ આમ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર ટીમ ઇન્ડિયાની  આ કામ માટે ખુબ જ પ્રશંસા પણ થઇ રહી છે.

શનિવારના રોજ ઇંગ્લેન્ડ અને વેસ્ટઇંડીઝ વચ્ચે પણ બંને ટીમો ઘૂંટણિયે બેઠેલી જોવા મળી હતી. બંને ટીમોએ મેચ પહેલા નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં સમર્થન કર્યું હતું. તો ભારત અને પાકિસ્તાનની ટીમે પણ મેચ પહેલા પોત પોતાના અંદાજમાં આ અભિયાનને સમર્થન આપ્યું હતું.

Niraj Patel