19 વર્ષીય ભારતીય છોકરીનો મૃતદેહ લંડનના ફ્લેટની અંદર મળ્યો, પાછળથી ખબર પડી કે એક વ્યક્તિ સાથે રિલેશનશિપ….

વિદેશમાં ભણતા દીકરા દીકરીઓના માં-બાપ ચેતી જજો: 19 વર્ષની યુવતીની લાશ મળી…જેની સાથે લફરું ચાલતું હતું તે વ્યક્તિ

લંડનમાં મૂળ ભારતીયની એક બ્રિટિશ યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે ટ્યૂનિશિયાના એક નાગરિકની ધરપકડ કરવામાં પણ આવી છે. બ્રિટેનની પોલીસે કહ્યું હતું કે સબિતા થાનવાનીનો શવ શનિવારે લંડનના કલર્કેવેલ ઇલાકાના આર્બર હાઉસમાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ ફ્લેટમાં મળ્યું હતું. તેના ગળાના ભાગ પર ગંભીર ઇજાના નિશાન હતા.

શોધખોળ કરતા ખબર પડી કે 22 વર્ષના મહીર મારુફની સાથે રિલેશનશિપમાં હતી. ત્યારબાદ પોલીસે મહીરને પકડવા માટે અપીલ જાહેર કરી. પોલીસે શંકાના આધારે મારૂફને રવિવારે કલર્કેવેલના તે જ ઈલાકામાંથી ધરપકડ કરવામાં આવી જ્યાંથી સબિતાનો શવ મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ દરમ્યાન તેણે પોલીસ પર પણ હુમલો કર્યો હતો.

પોલીસે કહ્યું કે બ્રિટિશ નાગરિક સબિતા થાનવાની શનિવારે લંડનના કલર્કેવેલ ઇલાકાના આર્બર હાઉસમાં વિધાર્થીઓ માટે બનેલ એક ફ્લેટમાં મૃત મળી આવી હતી અને તેના ગળાના ભાગ પર ગંભીર ઇજાના નિશાન હતા. મેટ્રોપોલિટન પોલીસે 22 વર્ષીય મહીર મારુફની ધરપકડ માટે તરત જ એક અપીલ બહાર પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મારુફ અને થાનવાની વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો.

સબિતા થાનવાની 19 વર્ષની હતી અને તે લંડન વિશ્વવિદ્યાલયથી સાઇકોલોજીની વિધાર્થી હતી. તે ફર્સ્ટ યરની વિધાર્થી હતી. તેને શુક્રવારે કથિત રીતે મારુફની સાથે નજર આવી હતી. હાલ હત્યાનું કારણ તો સામે નથી આવ્યું.

મેટ્રોપોલિટન પોલીસની સ્પેશિયલ ક્રાઇમ યુનિટની ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેકટર લિંડા બ્રેડલીએ કહ્યું કે સબિતાના પરિવારને આ ઘટનાની જાણકારી આપી દીધી છે. તેમણે કહ્યું કે- મારુફ અને સાબિત રિલેશનમાં હતા. મારુફ એક ટ્યૂનિશિયાઈ નાગરિક છે તેના કારણે તેની કોઈ ઓળખ અમારી પાસે નથી. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

Patel Meet