વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા ! 19 વર્ષિય હોકી પ્લેયરની હુમલાખોર દ્વારા ચાકુ મારીને કરવામાં આવી હત્યા

બ્રિટનમાં ભારતીય યુવતીની ચાકુ મારીને હત્યા, પરિવારે કહ્યું- અમે ભાંગી પડ્યા છીએ, ધ્રુજાવી નાખે તેવી ઘટના વાંચો અને શેર કરો….વિદેશની કાળી સચ્ચાઈ

Indian-origin teenager Grace Kumar : લંડનના નોટિંગહામમાં ભારતીય મૂળની 19 વર્ષની વિદ્યાર્થીનીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. આ વિદ્યાર્થીનીનું નામ ગ્રેસ કુમાર છે. ગ્રેસ નોટિંગહામ યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે. તે તેના મિત્રો સાથે રાત્રે આવી રહી હતી અને આ દરમિયાન હુમલાખોરે તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગ્રેસ એક પ્રતિભાશાળી હોકી ખેલાડી હતી. મંગળવારે નોટિંગહામમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ગ્રેસ સહિત ત્રણ લોકોના મોત થયા છે.

નોટિંગહામ પોલીસે આ મામલે 31 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. નોટિંગહામ પોલીસના ચીફ કોન્સ્ટેબલે કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. નોટિંગહામ પોલીસે કહ્યું કે તેઓ હુમલાખોરોને પકડવા માટે કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગ સાથે કામ કરી રહ્યા છે. અમારી તપાસ ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી.

ગ્રેસ ભારતીય મૂળના બ્રિટિશ ડૉક્ટર સંજય કુમારની પુત્રી છે. સંજય કુમારને લંડનમાં ‘હીરો’ ડૉક્ટર તરીકે જોવામાં આવે છે. 2009માં તેમણે ચાકુબાજીની ઘટનામાં ઘાયલ થયેલા ઘણા બાળકોના જીવ બચાવ્યા હતા. ગ્રેસ ઈંગ્લેન્ડની અંડર-18 ટીમ તરફથી રમી ચૂકી છે. તે ક્રિકેટર પણ હતી. ઈંગ્લેન્ડ હોકીએ ગ્રેસને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે મંગળવારે નોટિંગહામમાં ગ્રેસ કુમારના મૃત્યુના સમાચારથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ.

ત્યાં, વુડફોર્ડ વેલ્સ ક્રિકેટ ક્લબે ગ્રેસના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ ઋષિ સુનક અને ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પણ નોટિંગહામની ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો. પોતાની દીકરીને શ્રદ્ધાંજલિ આપતા ગ્રેસના પરિવારને તેને એક ‘આરાધ્ય પુત્રી અને બહેન’ના રૂપમાં યાદ કરી જે વાસ્તવમાં એક અદભૂત અને સુંદર યુવા મહિલા હતી. ગ્રેસના માતાપિતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગ્રેસ માત્ર જેમ્સની બહેન જ ન હતી, પરંતુ તેની શ્રેષ્ઠ મિત્ર હતી. તે સાવ ભાંગી પડ્યો છે. માતા-પિતા તરીકે, શબ્દો અમારી વિનાશનું વર્ણન કરી શકતા નથી. તેને ખૂબ જ યાદ કરવામાં આવશે, અમને તેની સિદ્ધિઓ પર ગર્વ છે અને તે ખરેખર ઘણી સ્વીટ અને બુદ્ધિશાળી હતી. ગ્રેસને પ્રતિભાશાળી ખેલાડી ગણાવતા, યુનિવર્સિટી ઓફ નોટિંગહામે એક નિવેદનમાં કહ્યું કે તે આ મુશ્કેલ સમયે ગ્રેસ અને બરનબી પરિવારો સાથે છે.

Shah Jina