અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત ! છેલ્લા એક જ મહિનામાં આ ચોથો મામલો, નીલ આચાર્ય-વિવેક સૈની અને અકુલ ધવન પછી હવે શ્રેયસ રેડ્ડી…

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી:વધુ એક ભારતીય વિદ્યાર્થીનું થયું દર્દનાક મોત, નીલ-વિવેક સૈની પછી.. જુઓ કોમેન્ટ બોક્સ

અમેરિકાના ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થીનું મોત થયું છે અને પોલીસ મોતની તપાસમાં વ્યસ્ત છે. ત્યાં ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે વિદ્યાર્થીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય મૂળના વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી બેનિગેરી તરીકે થઈ છે.જો કે વિદ્યાર્થીના મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઇએ કે, છેલ્લાં એક મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતનો આ ચોથો મામલો છે.

આ પહેલાં નીલ આચાર્ય, વિવેક સૈની અને અકુલ ધવનનાં પણ મોતના સમાચાર સામે આવ્યા હતા. ઇંડિયાનામાં નીલ આચાર્ય નામના વિદ્યાર્થીની લાશ મળી હતી, જ્યારે જોર્જિયામાં વિવેક સૈની નામના એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. ન્યુયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે શ્રેયસ રેડ્ડીના મોચની પુષ્ટિ કરી છે. દૂતાવાસે ટ્વિટર હેન્ડલ પર લખ્યુ- ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગેરીના નિધનથી અમે દુખી છીએ, પોલિસ તપાસ ચાલુ છે.

અકુલ

આ સમયે કોઇ પણ રીતની હિંસાનો શક નથી. દૂતાવાસ વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે અને બધી રીતનો સહયોગ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીએ ઇન્ડિયાનામાં એક ભારતીય વિદ્યાર્થી ગુમ થવાના સમાચાર મળ્યા હતા અને બાદમાં તેના મોતની ખબર સામે આવી હતી. આ વિદ્યાર્થીની ઓળખ નીલ આચાર્ય તરીકે થઈ હતી. નીલ પર્ડ્યુ યુનિવર્સિટીની જોન મોર્ટિંસન ઓનર્સ કોલેજનો વિદ્યાર્થી હતો.

નીલ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10:30 વાગ્યે તેમને પર્ડ્યુ યુનિવર્સિટીથી ફોન આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે કેમ્પસમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે નીલનું આઈડી પ્રુફ પણ મળી આવ્યું હતું. આ પછી પોલીસે નીલના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

વિવેકની હત્યાના CCTV

આ પહેલા 14 જાન્યુઆરીએ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની નિર્દયતાથી હત્યા કરવાના સમાચાર હતા. આ ઘટના જોર્જિયાના લિથોનિયા શહેરમાં બની હતી. આરોપીની ઓળખ જુલિયન ફોકનર તરીકે થઈ હતી, જે લિથોનિયાનો જ રહેવાસી હતો. ઘટના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Shah Jina