ગુજરાતના પટેલે લંડનમાં 30 વર્ષ પહેલાં કરી હતી કોલ ગર્લની ઘાતકી હત્યા…ધારદાર હથિયારથી માર્યા હતા 140 ઘા, 30 વર્ષ પછી આવી રીતે ઝડપાયો

લંડનની ફેમસ બેકર સ્ટ્રીટમાં આવેલ એક અપાર્ટમેન્ટમાં 30 વર્ષ પહેલા 39 વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી હતી, અને આ હત્યા મૂળ ગુજરાતી સંદીપ પટેલે કરી હતી. જો કે, આ મામલે હવે 51 વર્ષિય સંદીપ પટેલને દોષિત ઠેરવવામાં આવ્યો છે. ત્યારે 30 વર્ષ બાદ આખરે આરોપી કેવી રીતે પકડાયો તે જાણીએ. લંડનની મેટ્રોપોલિટન પોલીસના રેકોર્ડ્સ અનુસાર, 8 ઓગસ્ટ 1994ના રોજ 39 વર્ષિય મૂળ કોલંબિયન અને યુકેમાં રહેતી મરિના કોપલની સંદીપ પટેલ દ્વારા ધારદાર હથિયારના 140 ઘા મારીને ઘાતકી હત્યા સેન્ટ્રલ લંડનમાં આવેલ તેના જ ફ્લેટમાં કરવામાં આવી હતી.

હત્યા સમયે સંદીપ પટેલ માત્ર 21 વર્ષનો હતો અને તે યુકેમાં ભણવાની સાથે સાથે પિતાની બેકર સ્ટ્રીટમાં આવેલ છાપાં-મેગેઝીનનું વેચાણ કરતી શોપમાં કામ પણ કરતો હતો. ત્યારે મૃતક મરિનાના પતિનો એવો દાવો હતો કે બિઝનેસમેનથી લઈને પોલિટિશિયન સહિતના હાઈપ્રોફાઈલ લોકો મરિનાના ક્લાયન્ટ્સ હતાં.

એવું પણ સામે આવ્યુ છે કે તેનાં બે બાળકો પણ છે, જે કોલંબિયામાં ફેમિલી સાથે રહેતાં હતાં. હત્યા પહેલા મરિના છેલ્લે બેકર સ્ટ્રીટમાં આવેલ મિડલેન્ડ બેંકમાં બપોરે પોણા બે વાગ્યા આસપાસ જોવા મળી હતી. તે દિવસે તેના પતિએ ઘણા ફોન કર્યા પણ મરિનાએ ફોનનો જવાબ ના આપતા તે ફ્લેટ પર રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પહોંચ્યો અને ઘરનો દરવાજો ખોલતા જ ડરાવનું દ્રશ્ય જોવા મળ્યું.

મરીના ઘરમાં લોહીલૂહાણ હાલતમાં પડી હતી, અને રૂમમાં ચારેય તરફ લોહી લોહી હતુ.લીસને હત્યારા સુધી પહોંચવા વધારે પુરાવાની જરૂર હતી પણ તે સમયે ટેક્નોલોજી એટલી એડવાન્સ નહોતી કે તેના આધારે આરોપી સુધી પહોંચી શકાય. ન્યાયની રાહ જોતા જોતા વર્ષ 2005માં મરીનાનો પતિ પણ મોતને ભેટ્યો.વર્ષ 2008માં ફરી આ કેસનો રિવ્યૂ થયો અને મરિનાની વીંટીમાંથી મળેલ વાળના આધારે હત્યારા સુધી પહોંચી શકાય એવી ટેક્નોલોજી ડેવલપ ન થઇ હોવાને કારણે પોલીસના હાથ ફરી ટૂંકા પડ્યા.

આખરે વર્ષ 2022માં ફોરેન્સિક સાયન્ટિસ્ટોએ મરિનાની વીંટીમાંથી મળેલા વાળના આધારે DNA પ્રોફાઈલ તૈયાર કરી અને ત્યારે સંદીપ પટેલને આ કેસમાં શકમંદ ગણવામાં આવ્યો.મરિનાના ફ્લેટમાં ફુટ પ્રિન્ટ સંદીપની હોવાનું વર્ષ 2022માં કન્ફર્મ થયું અને મજબૂત પુરાવા મળતાં વર્ષ 2023માં પોલિસે સંદીપને આરોપી બનાવ્યો.જો કે, સંદીપે પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યા બાદ પોતાના બચાવમાં કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સંદીપને ઓલ્ડ બેઈલી જ્યૂરીએ ગુનેગાર ઠેરવ્યો.

સંદીપ પટેલે પોતાનો ગુનો કબૂલવાનો ઈનકાર કર્યા બાદ તેના વિરૂદ્ધ જે પુરાવા છે તે આધારે મરિનાના મર્ડર કેસમાં તેને સજા મળશે એવું કહેવાઇ રહ્યુ છે. જો કે, સંદીપના કંઇ ન કબૂલવાને કારણે 21 વર્ષનો સંદીપ તે સમયે તેનાથી ઉંમરમાં 18 વર્ષ મોટી મરીનાના ફ્લેટ પર કેમ ગયો અને શું તે પહેલાથી મરીનાને ઓળખતો હતો ? તે સવાલોના જવાબ કદાચ ક્યારેય નહીં મળી શકે.

Shah Jina