ડો.ધર્મેશ પટેલની ટેસ્લા પત્ની અને બાળકો સાથે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પોલીસનો મગજ ફરી ગયો કે આને હત્યા ગણવી કે આત્મહત્યા

અમેરિકામાંથી હાલમાં જ એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો હતો, જેમાં ભારતીય મૂળના 41 વર્ષિય વ્યક્તિએ જાણી જોઇને તેની પત્ની અને બે બાળકો સાથે ટેસ્લા કારને ઊંડી ખાઇમાં પાડી દીધી. આ ખાઇ 250 ફૂટ ઊંડી હતી. ત્યારે હત્યાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યુઝના શંકાસ્પદ કેસમાં આ ભારતીય મૂળના ધર્મેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાની હાઇવે પેટ્રોલ પોલિસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી છુટ્ટી મળતા જ સૈન મેટો કાઉંટી જેલ મોકલવામાં આવશે. કેલિફોર્નિયાની હાઇવે પેટ્રોલ પોલિસે કહ્યુ કે, ધર્મેશ પટેલ, તેની પત્ની અને બંને બાળકો આ અકસ્માતમાં બચી ગયા છે.તેમને રેસ્કયુ કર્યા બાદ સોમવારે સૈન મેટો કાઉંટી સ્થિત ડેવિલ્સ સ્લાઇડ પહાડીથી બચાવવામાં આવ્યા.

રેસ્કયુ ઓપરેશનમાં ફાયર ફાઇટર્સને લગાવવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર્સે બે બાળકો જેમાં એક 4 વર્ષની છોકરી અને 9 વર્ષના છોકરાને બચાવવા માટે પહાડથી હટાવ્યા. ન્યુયોર્ક ટાઇમ્સ અખબારે આ રેસ્કયુ ઓપરેશનને ચમત્કારી ગણાવ્યુ છે. હાઇવે પેટ્રોલ પોલિસ અનુસાર, ટેસ્લા કાર 250-300 ફૂટ ઊંડી ખાઇમાં પડી હતી.

પોલિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, એકઠા કરેલા સબૂત આધારે તપાસકર્તાઓએ આ ઘટનાને જાણી જોઇને કરેલી ઘટના માની છે. પોલિસે અકસ્માતના પહેલૂઓ જાણ્યા માટે ઘટનાને ક્રિએટ કરી. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટી એન્ડ ફાયર પ્રોટેક્શનના ઇંસિડેંટ કમાન્ડર બ્રાયન પોટેન્જરે કહ્યુ કે, ત્યાં હાજર પ્રત્યદર્શીઓએ આ દુર્ઘટના બાદ 911 પર ફોન કરી જાણકારી આપી.

તેમનું કહેવુ હતુ કે તેજ સ્પીડ અને આટલી ઊંડી ખાઇમાં પડ્યા બાદ પણ બચવું ચમત્કારથી કમ નથી. બ્રાયન પોટેન્જરે કહ્યુ કે, ધર્મેશ પટેલ વિરૂદ્ધ હત્યાના પ્રયાસના ત્રણ મામલા અને બાળ શોષણના બે મામલે કેસ ચલાવવાની યોજના છે.

Shah Jina