વિદેશમાં ગાડીની ડેકીમાં મૃત હાલતમાં મળી ભારતીય યુવતિ, હત્યારા પતિની શોધમાં જોડાઇ પોલિસ

લંડનના કોરબીમાં 24 વર્ષીય ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. મહિલાની ઓળખ હર્ષિતા બ્રેલા તરીકે થઈ છે. નોર્થમ્પટનશાયર પોલીસે લંડન, યુકેમાં ભારતીય મૂળની મહિલા હર્ષિતાની હત્યાની તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલામાં 24 વર્ષીય હર્ષિતાના પતિને શોધી રહી છે. હર્ષિતા બ્રેલાનો મૃતદેહ પૂર્વ લંડનમાં ત્યજી દેવાયેલી કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. હર્ષિતા સામે ઘરેલુ હિંસા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેણે કોર્ટમાં અરજી પણ કરી હતી.

આવી સ્થિતિમાં, પોલીસને તેના પતિ પંકજ લાંબા પર શંકા છે. રવિવારે નોર્થમ્પટનશાયર પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મુખ્ય નિરીક્ષકે જણાવ્યું કે 60થી વધુ ડિટેક્ટીવ આ કેસ પર કામ કરી રહ્યા છે. પોલીસે આરોપી પંકજ લાંબાનો ફોટો જાહેર કર્યો છે અને લોકોને તેના વિશે માહિતી આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘અત્યાર સુધીની તપાસ બાદ અમે માનીએ છીએ કે હર્ષિતાની હત્યા તેના પતિ પંકજ લાંબાએ આ મહિનાની શરૂઆતમાં નોર્થમ્પટનશાયરમાં કરી હતી.

આ પછી તેણે મૃતદેહ કારની ડેકીમાં રાખ્યો અને લાવારિસ છોડી દીધો. પોલીસે જણાવ્યું કે પીડિતાનો મૃતદેહ ગયા અઠવાડિયે ગુરુવારે પૂર્વ લંડનના ઇલફોર્ડ વિસ્તારમાં બ્રિસબેન રોડ પર કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. આ પછી શુક્રવારે લીસેસ્ટર રોયલ ઇન્ફર્મરીમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

Shah Jina