ભારતીય મૂળના એક કાર્પેન્ટરે દુબઈમાં એક લકી ડ્રો અંતર્ગત McLaren 570S Spider સ્પોર્ટ્સ કાર જીતી લીધી છે. આ કોન્ટેસ્ટ યુએઈ ટેલિકોમ ઓપરેટર Duએ એ ગ્રાહકો માટે આયોજિત કર્યો હતો, જેમને પોતાના મોબાઈલ નંબરના રજિસ્ટ્રેશનને 31 જાન્યુઆરી પહેલા રીન્યુ કરાવી લીધા હતા.
પંજાબના એક નાના ગામના બલવીર સિંહ દુબઈમાં છેલ્લા 10 વર્ષથી કાર્પેન્ટરનું કામ કરે છે. તેઓ ભારતથી દુબઇ કામ શોધવા માટે ગયા હતા, જેથી તેઓ પોતાનો અને ઘરનો ખર્ચ ઉઠાવી શકે. પરંતુ દુબઈમાં તેમનું નસીબ આ રીતે બદલાશે એ બલવીર સિંહે ક્યારેય વિચાર્યું ન હતું. તેમનો માસિક પગાર 1900 દીરામ એટલે લગભગ 36000 રૂપિયા છે.

યુએઈની રજીસ્ટ્રેશન પોલિસી અંતર્ગત અમીરાત ઇન્ટીગ્રેટેડ ટેલિકોમ્યુનિકેશન કંપની (EITC) એ મોબાઈલ નંબર રીન્યુ કરાવવા માટે એક કોન્ટેસ્ટ શરુ કર્યો હતો. જેના અંતર્ગત ગ્રાહકોએ એક્સપાયરી આઈડી રીન્યુ કરાવવા માટે પોતાના મોબાઈલ નંબરને 31 જાન્યુઆરી પહેલા રજિસ્ટર કરાવવાનો હતો. બીજા ગ્રાહકોની જેમ જ બલવીરે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

અચાનક એક દિવસ બલવીરને Duથી ફોન આવ્યો કે તેમને McLaren 570S Spider જીતી લીધી છે, તો તેને વિશ્વાસ ન થયો. આ વાતની પુષ્ટિ કરવા એ પોતાના નજીકના Du સ્ટોર ગયા અને એ પછી તેમને જીતેલી કારના અસ્તિત્વ વિશે પણ ગૂગલ પરથી માહિતી મેળવી. જો કે તેની કાર જીત્યાની વાતની પુષ્ટિ બાદ બલવીર ખૂબ જ ખુશ હતો. આ કારની કિંમત 2 કરોડ રૂપિયા છે.
જયારે બલવીરને આ કારનું પઝેશન મળ્યું તો તેમને આ કાર વેચી દીધી અને જે પૈસા મળ્યા એ ભારત પોતાના ઘરે મોકલી આપ્યા. બલવીરનો આ નિર્ણય ખૂબ જ સમજદારી ભર્યો સાબિત થયો, કારણ કે આ કારનું મેન્ટેનન્સ ખૂબ જ મોંઘુ હોય છે.

McLaren 570S Spider વિશ્વભરમાં બનવાવાળી પસંદગીની ગાડીઓમાંથી એક છે. McLaren 570S Spider કારની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. તેને મેન્ટેન રાખવાની કિંમત પણ ખૂબ જ વધારે છે. આ કારમાં 3.8 લીટર ટ્વીન ટર્બોચાર્જ્ડ વી8 એન્જીન છે, જે 562 BHPનો પાવર અને 600 NMનો ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આની ટોપ સ્પીડ 328 કિલોમીટર પ્રતિ કલાક અને 3.2 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks