વધુ એક ભારતીયની વિદેશમાં હત્યા ! નર્સિંગનો કોર્સ કરી રહેલી જાસમીનની બોયફ્રેન્ડે કરી હત્યા તો કોર્ટે….

ઓસ્ટ્રેલિયામાં બોયફ્રેન્ચે જીવતી દફનાવી દીધી ભારતીય નર્સિંગ વિદ્યાર્થીનીને, રડી પડશો આખી સ્ટોરી વાંચીને

Indian-origin woman murdered in Australia : જ્યારે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અણબનાવ થાય છે અને પછા જે હ્રદયસ્પર્શી ગુના બને છે તે તમે સાંભળ્યા હશે, પરંતુ ઓસ્ટ્રેલિયાના જાસ્મીન કૌર હત્યા કેસ વિશે જાણીને ચોક્કસ તમને આંચકો લાગશે. ભારતીય મૂળની નર્સિંગની વિદ્યાર્થિની જાસ્મિનને તેના એક્સ બોયફ્રેન્ડે તેની સાથે બ્રેકઅપ કરવા બદલ એવી દર્દનાક સજા આપી કે જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આરોપી જાસ્મિનને કેબલ સાથે બાંધીને 650 કિલોમીટર દૂર લઈ ગયો અને કારની ડેકીમાં નાખી. તે પછી તેને જમીનમાં જીવતી દાટી દીધી.

વર્ષ 2021ના આ કેસમાં અંતિમ સુનાવણી દરમિયાન જાસ્મિનના દર્દનાક મૃત્યુની કલ્પના કરીને બેઠેલા લોકો પણ કંપી ઉઠ્યા હતા. આ ભયાનક હત્યા કેસમાં આરોપી બોયફ્રેન્ડને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. news.com.au દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલમાં પીટીઆઈએ જાસ્મિનની ઘાતકી હત્યા અંગે માહિતી આપી છે. માત્ર 21 વર્ષની જાસ્મિનનું 5 માર્ચ 2021ના રોજ એડિલેડ શહેરમાંથી તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તારકજોત સિંહે અપહરણ કર્યું હતું. ફરિયાદ અનુસાર, તારકજોતે તેના હાથ-પગ બાંધીને કારની ડેકીમાં તેને મૂકી દીધી અને તારકજોતે આ કાર એક મિત્ર પાસેથી ઉધાર લીધી હતી.

તેણે કારને 650 કિલોમીટર દૂર સાઉથ ઑસ્ટ્રેલિયાના રિમોટ એરિયા ફ્લિન્ડર્સ રેન્જમાં લઈ જઇ જાસ્મિનનું ગળું કાપી નાખ્યું, પરંતુ આ ગળું એટલું જ કપાયું કે તે સીધી મરવાને બદલે ધીમે ધીમે મૃત્યુનો શિકાર બની. આ પછી ક્રૂરતાની હદ પાર કરી તારકજોતે ખાડો ખોદીને જાસ્મિનને જીવતી દાટી દીધી. જાસ્મિનની હત્યા માટે તારકજોત સિંહની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેણે કબૂલાત કરવાનો ઇનકાર કર્યો હતો. શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો. જોકે બાદમાં તેણે જાસ્મિનને દફનાવવાની હકીકત સ્વીકારી હતી, પરંતુ જાસ્મિને આત્મહત્યા કરી હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, બાદમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનું જૂઠ સામે આવ્યું અને જાણવા મળ્યું કે જાસ્મિનનું મૃત્યુ તડપી તડપીને થયું હતું. જાસ્મિનનું તારકજોત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. તેમ છતાં તે તેને ફોલો કરતો અને આ અંગે જાસ્મીને એડિલેડ પોલીસમાં તેની સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યાના એક મહિનામાં જ તારકજોતે બદલો લેવા આ ઘૃણાસ્પદ હત્યાને અંજામ આપ્યો હતો. તારકજોતની સજા દરમિયાન કોર્ટમાં હાજર જાસ્મિનની માતાએ કહ્યું, “મારી પુત્રીએ તારકજોત સાથે સંબંધમાં રહેવા માટે 100 વખત ઇનકાર કર્યો હતો, જેનાથી તે ખરાબ રીતે નારાજ હતો. તારકજોતની ધરપકડ બાદ ખબર પડી કે તેણે જાસ્મિનને ડઝનેક મેસેજ લખ્યા હતા,

પરંતુ એક પણ સેન્ડ નહોતો કર્યો. આ મેસેજમાં તેણે લખ્યું હતુ કે, આ તમારી કમનસીબી છે કે હું હજી જીવિત છું. રાહ જુઓ તમને જવાબ મળશે. દરેક વસ્તુનો જવાબ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં સજા પહેલા અંતિમ રજૂઆત દરમિયાન સરકારી વકીલે તેને હત્યા કરતા પણ મોટો ગુનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, જાસ્મિન કૌર સંપૂર્ણપણે આતંકવાદનો શિકાર બની ગઈ છે. જમીનની નીચે ધીમે ધીમે તેનું જીવન મરી રહ્યું હતું ત્યારે તે જીવતી હતી. તે તેની આસપાસની હલચલ સાંભળતી હશે. તે જીવિત રહેવા માટે લડી હશે. જાસમીન કૌરની હત્યા ક્રૂરતાના અસામાન્ય સ્તરનું ઉદાહરણ આપે છે.

Shah Jina