અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની કરી દેવામાં આવી હત્યા, Ph.D. કરી રહેલા વિદ્યાર્થીને મારી દેવામાં આવી ગોળી, જાણો સમગ્ર મામલો

અમેરિકામાં 26 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની ગોળી મારીને કરવામાં આવી હત્યા, હજુ સુધી કોઈની ધરપકડ નથી થઇ

Indian medical student killed in America : વિદેશની અંદર ભારતીયોની હત્યા થવાના ઘણા મામલાઓ સતત સામે આવતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હોય છે. ઘણીવાર હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોય છે, તો ઘણીવાર અંગત અદાવતમાં પણ હત્યા કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવે છે. ત્યારે હાલ એવી જ એક હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં અમેરિકાની અંદર પીએચડીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીની ગોળી મારીને બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી હતી.

પીએચડીનો અભ્યાસ કરી રહ્યો હતો યુવક :

અમેરિકાના ઓહાયોમાં યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સ્કૂલમાં પીએચડીનો અભ્યાસ કરતા 26 વર્ષના આદિત્ય અદલાખાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ અમેરિકાથી લઈને ભારત સુધી બધાને પરેશાન કરી દીધા છે. જીવવિજ્ઞાનમાં પીએચડી કરી રહેલા ભારતીય વિદ્યાર્થીને તેની કારની અંદર ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના 9 નવેમ્બરના રોજ સવારે બની હતી, ઘટનાના 2 દિવસ પછી, આદિત્ય અદલખાનું યુસી મેડિકલ સેન્ટરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આદિત્ય ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો.

કારમાં ગોળી મારીને કરી હત્યા :

મીડિયા રિપોર્ટ અનુસાર, આદિત્ય અદલખાએ વર્ષ 2018માં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી પ્રાણીશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી હતી. આ પછી, વર્ષ 2020 માં, તેણે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) માંથી ફિઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી. આદિત્ય અડલાખા પોતાનો મેડિકલ અભ્યાસ ચાલુ રાખવા દિલ્હીથી અમેરિકાના સિનસિનાટી આવ્યો હતો. અહીં તેઓ યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સ્કૂલમાંથી બાયોલોજીમાં પીએચડી કરી રહ્યા હતા.

કોલેજે વ્યક્ત કર્યો શોક :

આદિત્યના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મેડિકલ કોલેજે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કોલેજે આદિત્યની હત્યાને દુ:ખદ ઘટના ગણાવી છે. કોલેજે પણ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તે જ સમયે, કોલેજના ડીન એન્ડ્રુ ફિલાકે જણાવ્યું હતું કે આદિત્યના અચાનક, દુઃખદ અને અણધાર્યા મૃત્યુના સમાચારથી મને આઘાત લાગ્યો છે. જે લોકો તેને ઓળખતા હતા તેઓ આ સમાચારથી હચમચી ગયા છે, તેઓ યોગ્ય રીતે પ્રતિક્રિયા પણ આપી શકતા નથી.

Niraj Patel