ખબર

વધુ એક ગુજરાતીનું વિદેશમાં મોત ! હજુ તો બે મહિના પહેલા ભણવા ગયેલી યુવતિનું અકસ્માતમાં મોત

2 મહિના પહેલા રીયા પટેલ સિડનીમાં ભણવા ગઈ ને હવે મૃત્યુ પામી, સમગ્ર વિગત જાણીને રુવાડા ઉભા થઇ જશે, વિદેશના સપના જોનારાઓ જલ્દી વાંચજો….

આજકાલ ઘણા લોકો વિદેશ જઇ ભણવા અથવા તો કમાવવા માગે છે. પણ છેલ્લા ઘણા સમયથી કેટલીક એવી ઘટના સામે આવી રહી છે, જેમાં કોઇના લેકમાં ડૂબી જવાને કારણે તો કોઇના અકસ્માતમાં મોત થવાને કારણે તો કોઇની લૂંટફાટ બાદ હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં વિદેશમાંથી વધુ એક ગુજરાતીના મોતની ખબર સામે આવી રહી છે. ગુજરાતની યુવતિનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મોત થયું છે.

મૃતક રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં અભ્યાસ માટે ગઈ હતી. ત્યારે હવે તેના મોત બાદ ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ રિયાના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી ભારત મોકલવા માટે 34,000થી વધુ ડોલર એકત્ર કર્યા છે. જણાવી દઇએ કે, રિયા સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. જણાવી દઇએ કે, તેનો પિતરાઈ ભાઈ ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે. 20 વર્ષિય રીયા બે મહિના પહેલા જ સીડની અભ્યાસ કરવા ગઇ હતી.

16 એપ્રિલના રોજ બપોરે તે તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર વ્હીકલ ઊંધું વળી ગયુ. પોલીસ અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો છતાં રીયા બચી શકી નહીં. ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને દક્ષિણ તરફના ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને તેના બદલે એપીન આરડી અથવા કેમડેન બાયપાસ, ઓલ્ડ હ્યુમ હાઇવે અને રિમેમ્બરન્સ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિયાના પિતરાઇ ભાઇનું કહેવું છે કે આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને ગંભીર ઈજા થઈ છે જ્યારે રીયાનું મોત થયું છે. ભારતમાં રહેતા રીયાના માતા-પિતાને આ સમાચાર મળતા જ શોકનો માહોલ ફેલાઇ ગયો હતો અને અહીં રહેતા તેના મિત્રોને પણ આઘાત લાગ્યો હતો. ત્યારે રિયાની મોત બાદ તેના માતા-પિતાની વિનંતી મુજબ ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પરત મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.