વિદેશમાં વધુ એક ભારતીય ઉપર જાતીવાદને લઈને થયો હુમલો, વિદેશી બોલ્યો… “તમે ગોરા લોકોના દેશમાં શું કામ આવો છો ? પાછા જાઓ… જુઓ વીડિયો

ભારતના ઘણા લોકો આજે વિદેશમાં સ્થાયી થયા છે, ત્યારે ઘણીવાર ભારતીયોને વિદેશમાં પણ વિદેશી નાગરિકો દ્વારા જાતિવાદને લઈને તેમના ઉપર હુમલા થતા જોવા મળે છે. આ બધું વર્ષોથી ચાલતું આવે છે અને છેલ્લા થોડા સમયમાં જ આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક વિદેશી ભારતીય નાગરિક સામે જાતિવાદ ને લઈને હુમલો કરતો જોવા મળ્યો. (તમામ તસવીરો: વીડિયો પરથી લીધેલ)

હાલ સામે આવેલો આ મામલો પોલેન્ડનો છે. પોલેન્ડની રાજધાની વોર્સોમાં એક ભારતીય સાથે જાતિવાદને લઈને દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વોર્સોના એટ્રીયમ રેડુટા શોપિંગ સેન્ટરની બહાર શૂટ કરવામાં આવ્યો હતો. દુર્વ્યવહાર કરનાર એક અમેરિકન છે, જે ગોરા હોવાનો ઢોંગ કરીને ભારતીય લોકો પર યુરોપના દેશોને બરબાદ કરવાનો આરોપ મૂકે છે, તેમને ઘરે પાછા જવા દબાણ બનાવી રહ્યો છે.

વોર્સોમાં ભારતીય સાથે જાતિવાદને લઈને થયેલા દુર્વ્યવહારની ઘટના અમેરિકન વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી. તેણે વીડિયોમાં કહ્યું, ‘હું અમેરિકાથી છું. તમે અહીં પોલેન્ડમાં કેમ છો? તમે તમારા દેશમાં કેમ નથી જતા? હું યુરોપિયન છું પણ તમે નથી. શા માટે તમે યુરોપિયન દેશનો નાશ કરો છો? તમે આક્રમણ કરનાર છો. આક્રમણકારો ઘરે જાય છે, પોલેન્ડ પોલિશ લોકો માટે. તમે પોલિશ નથી. અમારા દેશ પર હુમલો કરવાનું બંધ કરો. આ યુરોપ છે.

યુઝર્સના મતે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ અનડેટેડ વીડિયો વોર્સોના એટ્રિયમ રેડુટા શોપિંગ સેન્ટરની બહાર શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે. જો કે આ વાયરલ વીડિયોની પુષ્ટિ થઈ શકતી નથી. પરંતુ વીડિયો શેર કરનાર ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે તે વ્યક્તિ અમેરિકન છે. ચાર મિનિટના આ વીડિયોમાં એક અમેરિકન વ્યક્તિ ભારતીયને ધમકી આપી રહ્યો છે. આ વીડિયો તે પોતે બનાવે છે.

આ વ્યક્તિએ ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરતા કહ્યું કે યુરોપ તેની માતૃભૂમિ છે અને તેના પર હુમલો હવે બંધ થવો જોઈએ. તેણે આગળ કહ્યું, ‘તમે ગોરા લોકોની ભૂમિ પર કેમ આવો છો?’ અમેરિકન વ્યક્તિએ કહ્યું કે તમે અમારી જાતિને ખતમ કરી રહ્યા છો. તમે આક્રમણખોર છો. આક્રમણ કરનાર ઘરે જાઓ. અમે તમને યુરોપમાં નથી જોઈતા. પોલિશ માટે પોલેન્ડ. તમે પોલિશ નથી.

Niraj Patel