મિત્રો એના ઘરની હાલત જોઇને તમારી આંખો પણ ભીની થશે
ઇન્ડિયન આઇડલ એક એવો રિયાલિટી શો છે જે કોઈની પણ જિંદગી બદલી શકે છે. આ રિયાલિટી શો માણસને એક નવા જ સ્થાન પર લઇ જાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે સની હિન્દુસ્તાની.
સની હિન્દૂસ્તાની માટે એક જૂતા પોલીશ કરવાથી ઇન્ડિયન આઇડલ ના સ્ટેજ સુધી પહોંચવાની સફર કોઈ સપનું સાચું પડવા જેવી છે. પરંતુ સનીને અહીં સુધી પહોચવા માટે ઘણા લોકો સાથે હતા પરંતુ તેને મદદ કોઈએ કરી ના હતી. હાલમાં જ નેહા કક્ક્ડએ સનીને થોડી સહાયતા કરી જેનાથી તેના ઉપર રહેલું દેણું ચૂકવી શકે.
View this post on Instagram
સની હિન્દુસ્તાની ઈન્ડિન આઇડલ સીઝન 11નો સ્પર્ધક છે. સની નુસરત ફતેહ અલી ખાનની ક્વાલીઓ બહુ સારી રીતે ગાય છે.આવો જાણીએ થોડી સની વિષે.
View this post on Instagram
સની હિન્દુસ્તાની પંજાબ ના ભટીંડાના બથિંડાનો રહેવાસી છે. સનીએ એક ઇન્ટરવ્યૂમાં જણવ્યું હતું કે, જયારે તેના મિત્રએ તેને ઇન્ડિયન આઇડલના ઓડિશન વિષે જણાવ્યું હતું ત્યારથી જ હું આ શોમાં જવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો. પરંતુ ગરીબીના કારણે મારી માતાએ મને રોક્યો હતો.

જયારે મેં જીદ કરી ત્યારે મારી માતાએ કહ્યું કે, સની આ તારી માટે છેલ્લો મોકો છે જો તું આ શોમાં સફળ ના થયો તો બીજા એક પણ શોમાં ભાગ નહીં લેવા મળે. સનીએ વધુમાં જણાવ્યું હતું કે, મારી માતાના છેલ્લા શબ્દો હતા કે બેટા તારા પિતાની છત્રછાયા તારી ઉપર નથી.

તને શોમાં મુકવા માટે મારી પાસે પૈસા નથી. ત્યારે મેં મારા મિત્રો પાસેથી પૈસા લઈને આ શોમાં પહોંચ્યો તો ભગવાને અમારું સાંભળી લીધું હતું.

પહેલા અમને કોઈ મદદ કરતું ના હતું પરંતુ હું સફળ થયો તો બધા મારી આગળ-પાછળ ફરી રહ્યા છે.
View this post on Instagram
સનીને આગળ વધવા માટે શહેરના એક-એક વ્યક્તિએ સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ હો કે પછી બજારમાં બોર્ડ મારીને વોટ માટે કહ્યું હતું। પરંતુ તેની મદદ માટે કોઈ આગળ આવ્યું ના હતું.

થોડા સમય પહેલા જ સનીએ નવું ઘર બનાવ્યું હતું. જેના રૂમમાં હજુ સુધી પ્લાસ્ટર પણ કરવામાં નથી આવ્યું ના તો ઘરમાં કોઈ દરવાજા છે. જયારે સનીનો શો ટીવી પર આવતો હતો તેની માતા અને તેની ત્રણ બહેનો તેના પાડોશીઓના ઘરે જઈને શો જોતી હતી.
View this post on Instagram
થોડા સમય પહેલા સનીની માતા સોમા તેની દીકરી સકીના સાથે મુંબઈ ગઈ હતી. સકીનાએ જણાવ્યું હતું કે, તેના ઘરનો હાલત ઘણી ખરાબ છે. એ લોકોએ કયારે પણ વિચાર્યું ના હતું કે, તેના ભાઈને કારણે તેને મુંબઈ પ્લેનમાં આવશે.

સકીનાએ તો મોટા-મોટા સ્ટેજ ફક્ત ટીવીમાં જ જોયા હતા. પરંતુ જયારે મુંબઈ આવીને સ્ટેજ પર બોલી રહી હતી ત્યારે તેના હાથ-પગ ધ્રુજતા હતા.
View this post on Instagram
સનીની માતાએ જણાવ્યું હતું કે, મેં તો ક્યારે પણ વિચાર્યું ના હતું કે, હું બાથિંડાની બહાર જઈશ. જયારે મેં સાંભળ્યું કે, મારે મારા દીકરાને મળવા માટે મુંબઈ પ્લેનમાં જવાનું છે ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા.
View this post on Instagram
સનીના અવાજને લોકો સામે રજૂ કરવા માટે હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ ધ બોડી માટે એક ગીત ગાવાનો મોકો આપ્યો હતો. સનીએ ‘રોમ-રોમ’ગીતમાં તેના સુર પાથર્યા છે. સનીએ જણાવ્યું હતું કે, તેના આ બ્રેક મળવા પાછળ વિશાલ દદલાનીનો મોટો હાથ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, આટલો મોટો બ્રેક મળ્યા બાદ સની ઘણો ઈમોશનલ થઇ ગયો હતો. એને કયારે પણ વિચાર્યું ના હતું કે, આટલો મોટો બ્રેક મળશે. સનીએ તેના અવાજને કારણે ઇન્ડિયન આઈડલના ટોપ 5માં જગ્યા બનાવી લીધી છે.
View this post on Instagram