ખબર મનોરંજન

ઇન્ડિયન આઇડલના સેટ ઉપર પતિ રોહનપ્રિતને જોઈને રડી પડી નેહા કક્ક્ડ, ભારતી અને હર્ષે મચાવી ધમાલ

6 વર્ષના નાના પતિને જોઈને રડી પડી નેહા, લોકોએ આડે હાથ લીધી કહ્યું કે, નાટક બંધ કર તારા

ટીવી ઉપર પ્રસારિત થતા રિયાલીટી શો દર્શકોની પહેલી પસંદ છે, તો સાથે રિયાલિટી શોની ટીઆરપી વધારવા માટે શોના આયોજકો દ્વારા અલગ અલગ નુસ્ખાઓ પણ કરવામાં આવતા હોય છે. એવો જ એક શો ઇન્ડિયન આઇડલ પણ દર્શકોને ખુબ પસંદ આવે છે.

Image Source

આ શોની અંદર જજ તરીકે નેહા કક્ક્ડ અને હિમેશ રેશમિયા જોવા મળી રહ્યા છે. ત્યારે આ શોના આગળના એપિસોડ ખુબ જ રસપ્રદ બનાવના છે, કારણ કે આવનાર એપિસોડમાં નેહા કક્ક્ડનો પતિ રોહનપ્રિત અને હિમેશ રેશમિયાની પત્ની સોનિયા કપૂર આવવાના છે, જેની સાબિતી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલી તસવીરો આપી રહી છે.

Image Source

ઇન્ડિયન આઇડલ-12નો આવનાર એપિસોડ “શાદી સ્પેશિયલ” રાખવામાં આવ્યો છે. આ એપિસોડમાં નેહા અને રોહિન, હિમેશ અને સોનિયા તેમજ ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લીંબાચીયા મહેમાન તરીકે નજર આવવાના છે.

Image Source

લગ્ન બાદ નેહા અને રોહનપ્રિત પહેલીવાર ઇન્ડિયન આઈડલના સેટ ઉપર નજર આવશે. જેની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. પતિ રોહનપ્રિતને સેટ ઉપર આવેલો જોઈને નેહા ખુબ જ ખુશ થઇ જાય છે. બંને સેટ ઉપર ખુબ જ ધમાલ કરે છે.

Image Source

ડાન્સ ઉપરાંત નેહા પોતાના પતિ રોહન સાથે ઘણો બધો રોમાન્સ પણ કરવાની છે. આ દરમિયાન એક પળ એવી પણ આવે છે જ્યારે નેહા ખુબન જ ભાવુક પણ થતી જોવા મળે છે તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે. નેહાના પતિ રોહનને નેહા માટે આટલા મોટા સ્ટેજ ઉપર આવવા બદલ ગર્વ થાય છે, જે સાંભળીને નેહા ભાવુક થતી જોવા મળી રહી છે.

Image Source

આ એપિસોડમાં નેહા અને રોહન ઉપરાંત ભારતી અને હર્ષ પણ ખુબ જ ધમાલ મચાવતા જોવા મળવાના છે. સામે આવેલી તસવીરોમાં બંને સ્ટેજ ઉપર  જોવા મળે છે. રોહન બાદ હિમેશ રેશમિયાની પત્ની સોનિયા કપૂર પણ સ્ટેજ ઉપર ધમાકેદાર એન્ટ્રી કરતી જોવા મળે છે. આ દરમિયાન સોનિયા કપૂર પીળા રંગના ખુબ જ સુંદર લહેંગામાં જોવા મળે છે.