પતિએ પત્ની પર 17 વાર ચાકુથી કર્યા વાર, પછી ડેડ બોડી પર ચઢાવી દીધી કાર, અમેરિકામાં રહેતા ભારતીય પતિની હેવાનિયતની દાસ્તાન

17 વાર ચાકુ માર્યા બાદ ગાડી ચઢાવીને પત્નીને કરી હતી હત્યા, અમેરિકામાં ભારતીય વ્યક્તિને કોર્ટે સંભળાવી રૂંવાડા ઉભા કરી દેનારી સજા

Indian husband killed his wife in usa : ગુજરાત સમેત દેશ અને દુનિયામાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે, કોઈવાર કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે તો પ્રેમ સંબંધોમાં પણ કોઈની હત્યા થઇ હોવાના મામલાઓ સામે આવતા હોય છે. તો ઘણીવાર પતિ અને પત્નીના ઝઘડા અને આંતરિક સંબંધોના કારણે પણ હત્યા કરી દેવાની ઘટનાઓ જોવા મળે છે. હાલ અમેરિકામાં પણ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ભારતીય પતિએ પોતાની પત્નીની બેરહેમીટી હત્યા કરી નાખી.

17 વાર માર્યા ચાકુના ઘા :

અમેરિકામાં ફિલિપ મેથ્યુ નામના ભારતીયને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ફિલિપ મેથ્યુએ 2020માં તેની પત્નીને 17 વાર ચાકુ માર્યા હતા. આ પછી તેણે કાર તેની પત્ની પર ચડાવી દીધી હતી. હવે ફ્લોરિડાની એક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. ધ સન સેન્ટિનલના અહેવાલ મુજબ આરોપી ફિલિપ મેથ્યુએ તેની 26 વર્ષીય પત્ની મેરીન જોયની કાર રોકી હતી અને તેને 17 વાર ચાકુના ઘા માર્યા હતા. આ પછી પણ તે ના અટક્યો અને તેના પર કાર ચઢાવી અને પછી ત્યાંથી ભાગી ગયા.

સ્પીડ બ્રેકરની જેમ ચઢાવી તેના પર કાર :

ઘટના બાદ જોયના સાથીદારે પોતાના નિવેદનમાં કહ્યું કે મેથ્યુએ સ્પીડ બ્રેકર હોય તેમ તેના ઉપર કાર દોડાવી હતી. ઘટના બાદ અમે તેની પાસે મદદ માટે ગયા હતા. તે ખૂબ રડતી હતી. તે વારંવાર કહેતી હતી કે મારે એક બાળક છે. મરતા પહેલા જોયે તેના હુમલાખોરનો ખુલાસો કર્યો હતો. જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવાર 3 નવેમ્બરના રોજ, મેથ્યુએ તેની સામેના આરોપોને પડકાર્યા ન હતા. જે બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે તેને ઘાતક હથિયાર વડે હુમલો કરવા બદલ 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

કોર્ટે સંભળાવી આજીવન કેદ :

ધ સન સેન્ટીનેલ અહેવાલ આપે છે કે આરોપોને પડકાર ન આપવાના નિર્ણયે તેને મૃત્યુદંડથી બચાવ્યો. અહેવાલો અનુસાર, જોય તેના પતિ મેથ્યુ સાથેના સંબંધોને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તે આવું કરે તે પહેલા તેની હત્યા કરી દેવામાં આવી હતી. સ્ટેટ એટર્ની ઑફિસના પ્રવક્તા પૌલા મેકમહોને જણાવ્યું હતું કે મૃત્યુદંડ માફ કરવાનો નિર્ણય પ્રતિવાદીના દોષિત ઠરાવની અપીલ ન કરવાના નિર્ણયને કારણે થયો હતો. જોકે તેને આજીવન કેદની સજા ભોગવવી પડશે.  કોર્ટના ચુકાદા બાદ મૃતક જોયના સંબંધીએ કહ્યું, “તેની માતા એ જાણીને ખુશ છે કે તેની પુત્રીનો હત્યારો હવે બાકીનું જીવન જેલમાં વિતાવશે.”

Niraj Patel