ખબર

ભારત તરફથી ચીનને વધુ એક ઝટકો, ભારતે 43 ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ, આ પાછળ જણાવ્યું આ કારણ

સરહદ વિવાદની વચ્ચે ભારત સરકારે ચીન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયે મંગળવારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સને ભારતની સંરક્ષણ, સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે જોખમ ગણાવવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રકાશનમાં 43 પ્રતિબંધિત એપ્લિકેશનોનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આઇટી એક્ટની કલમ 69 એ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ એપ્લિકેશનો ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ઇનપુટ પ્રાપ્ત થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

Image source

તમને જણાવી દઇએ કે અગાઉ 29 જૂન 2020 ના રોજ સરકારે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ 2 સપ્ટેમ્બર 2020 ના રોજ વધુ 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધો આઈટી એક્ટની કલમ 69 એ હેઠળ પણ લગાડવામાં આવ્યો હતો.

જુઓ લિસ્ટ:

Image source