વરસાદી માહોલમાં ભારતીય યુવતીઓએ ન્યુયોર્કના રસ્તા પર ‘બરસો રે મેઘા’ પર કર્યો ડાન્સ, જોઈને ઐશ્વર્યા રાય પણ હેરાન રહી જશે

ભારતીય યુવતીઓએ ન્યુયોર્કના રસ્તા પર મચાવી ધમાલ, ‘બરસો રે મેઘા’ ગીત પર દેખાડ્યા જબરદસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા દ્વારા ખુબ ફેમસ થઇ રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયા મારફતે પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે જેથી તે દુનિયાના દરેક લોકો સુધી પહોંચી શકે. દુનિયાનો કોઈપણ ખૂણો કેમ ન હોય ભારતીય લોકો જ્યા પણ જાય છે પોતાની છાપ ચોક્કસ છોડી જાય છે. આવો જ એક ભારતીય યુવતીઓનો વીડિયો સામે આવ્યો છે, જેમણે ન્યુયોર્કમાં પોતાને ભારતીય હોવાની અનોખી રીતે છાપ છોડી છે.

હાલ ચોમાસાનો વરસાદી માહોલ છે, એવામાં લોકોને મનભરીને નાચવાનું મન ચોક્કસ થાય ! ત્યારે ન્યુયોર્કના રસ્તા પર ચાર ભારતીય યુવતીઓ બોલીવુડ ફિલ્મના ગીત પર મનભરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં યુવતીઓ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મના સોન્ગ ‘બરસો રે મેઘા’ પર પોતાના ડાન્સનો જલવો દેખાડી રહી છે. બરસો રે મેઘા સોન્ગ વરસાદી મહોલમાં શૂટ કરવામાં આવ્યું હતું. એવામાં હાલના વરસાદી મહોલામાં આ ગીત પર ડાન્સ કરવો તો બને જ છે. વીડિયોમાં યુવતીઓના ડાન્સ મૂવ્સ ખુબ જ લાજવાબ છે અને તેને જો કદાચ ઐશ્વર્યા રાય જોઈ લે તો તે પણ ચોક્કસ હેરાન રહી જશે.

 

View this post on Instagram

 

A post shared by eshhpat (@eshhpat)

વીડિયોને  eshhpat નામના યુઝરે એકઉન્ટ પર શેર કર્યો છે, અને તે એક ડાન્સરની સાથે સાથે ડેન્ટિસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે દેશી શફલ નામના એક ડાન્સ ગ્રુપની સદસ્ય પણ છે. વીડિયોને અત્યાર સુધીમાં 22.9 મિલિયનથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. ન્યુયોર્કના રસ્તાઓ પર યુવતીઓ દ્વારા આ ડાન્સ કરવો લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે અને તેઓ કમેન્ટ બોક્સમાં પોત-પોતાના મિત્રો સાથે પણ આવા વરસાદી માહોલમાં ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

Krishna Patel