વડોદરાથી અમેરિકામાં ભણવા માટે ગયેલો માયુષી થઇ ગઈ ગુમ, શોધી આપનારને આપવામાં આવશે 10,000 ડોલરનું ઇનામ

કાળા વાળ, ભૂરી આંખો, બસ આજ છે ઓળખાણ, આ ભારતીય છોકરીને શોધી રહી છે FBI, શોધી આપનાર થઇ જશે માલામાલ

Indian Girl Mayushi Bhagat lost in usa : ગુજરાતમાંથી વિદેશની અંદર ઘણા લોકો ભણવા અને કમાવવા માટે જતા હોય છે. ત્યારે વિદેશમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આપણા પણ રૂંવાડા ઉભા કરી દે.  ઘણા કિસ્સાઓમાં કોઈની લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી હોય છે, તો કોઈની લાશ લાવરસી હાલતમાં મળતી હોય છે, તો કોઈનું અપહરણ કર્યું હોવાની ઘટનાઓ પણ સામે આવે છે, ત્યારે હાલ એક ઘટના USAમાંથી સામે આવી છે, જ્યાં એક ગુજરાતી વિદ્યાર્થીની છેલ્લા કેટલાય દિવસથી ગુમ થઇ ગઈ છે.

શોધી આપનારને 10,000 ડોલરનું ઇનામ :

FBI એ અમેરિકાના ન્યુ જર્સીમાંથી ગુમ થયેલી 29 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માયુષી ભગત વિશે માહિતી આપનારને $10,000નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે માયુષી છેલ્લે 29 એપ્રિલ, 2019ની સાંજે જર્સી સિટીમાં તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. માયુષીના પરિવારે 1 મે, 2019 ના રોજ તેણીના ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. જુલાઈ 2022 માં, એફબીઆઈએ માયુષીને તેના ગુમ થયેલ વ્યક્તિઓની સૂચિમાં ઉમેર્યું અને તેના ઠેકાણા વિશેની માહિતી માટે જનતાની મદદ માંગી.

સ્ટુડન્ટ વિઝા પર ગઈ હતી અમેરિકા :

માયુષી 2016માં F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી. અહીં તેણે હેમ્પશાયર યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તપાસ અધિકારીઓએ કહ્યું કે જો કોઈને તેના ઠેકાણા વિશે અથવા તેના ગુમ થવા વિશે કોઈ માહિતી હોય, તો તેણે એફબીઆઈ નેવાર્ક અથવા જર્સી સિટી પોલીસને ફોન કરીને જાણ કરવી જોઈએ. એફબીઆઈના નિવેદન અનુસાર, તે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ બોલે છે અને ડિટેક્ટીવ્સ કહે છે કે સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂ જર્સીમાં તેના મિત્રો છે.

4 વર્ષથી છે ગુમ :

ગયા અઠવાડિયે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે “તેના સ્થાન અથવા પુનઃપ્રાપ્તિ તરફ દોરી જતી માહિતી માટે US$10,000 સુધીનું ઇનામ ઓફર કરવામાં આવી શકે છે,” ઓળખના ભાગરૂપે, એફબીઆઈએ કહ્યું કે માયુષીના વાળ કાળા અને ભૂરી આંખો છે. જ્યારે માયુષીની હાઇટ 5 ફૂટ 10 ઇંચ છે.  માયુષી ભગતનો જન્મ 1994માં થયો હતો અને તે વડોદરાથી 2016માં F1 સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા આવી હતી.

Niraj Patel