ભારતીય છોકરીનું દિલ આવ્યુ બાંગ્લાદેશી યુવતી પર, 6 વર્ષના ડેટિંગ બાદ આખરે એકબીજાના થયા સુભિક્ષા અને ટીના- કર્યા ધામધૂમથી લગ્ન

સમાજની માન્યતાઓ બદલાઈ છે, પરંપરાઓ બદલાઈ છે, લોકોની વિચારસરણી પણ ધીરે ધીરે બદલાઈ રહી છે.કેનેડામાં રહેતા એક પરંપરાગત તમિલ બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવતી સુભિક્ષા સુબ્રમણિ નામની છોકરી બાંગ્લાદેશની રૂઢિચુસ્ત હિંદુ છોકરી ટીનાના પ્રેમમાં પડી હતી. સુભિક્ષા સુબ્રમણીએ ટીનાને થોડા વર્ષો સુધી ડેટ કર્યા પછી તેના સાથે લગ્ન કર્યા. બંને છોકરીઓ છ વર્ષ પહેલા કેનેડાના કેલગરીમાં એક એપ દ્વારા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે લગ્ન પરંપરાગત બ્રાહ્મણ શૈલીમાં થયા હતા અને આ લગ્નમાં સુભિક્ષા અને ટીના બંનેના પરિવારોની સંમતિ સામેલ હતી.

29 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુભિક્ષાએ મીડિયાને જણાવ્યું કે તે ચિંતિત હતી કે શું તેના રૂઢિચુસ્ત માતા-પિતા તેને પરંપરાગત હિંદુ શૈલીમાં લગ્ન કરવા દેશે. સુભિક્ષા સુબ્રમણિએ જણાવ્યું કે, “અમે ઈચ્છતા હતા તેમ અમારા માતા-પિતા અમારી પડખે ઊભા હતા અને પરંપરાગત બ્રાહ્મણ લગ્નની તમામ વિધિઓ રિવાજો મુજબ કરવામાં આવી હતી. તેની માતા પૂર્ણપુષ્કલા સુબ્રમણ્યમે કહ્યું કે તે સમાજ અને સંબંધીઓના વિરોધથી ચિંતિત હતી, પરંતુ સુભિક્ષાએ તેને મનાવી લીધી. તે અને તેના પતિએ તેમના માનસિક દૃષ્ટિકોણને બદલવા માટે વ્યાવસાયિક કાઉન્સેલિંગ સત્રોમાં હાજરી આપી હતી.

તે ઈચ્છતા હતા કે તેમની દીકરી સમાજની પ્રતિક્રિયાની ચિંતા કરવાને બદલે ખુશ રહે. 35 વર્ષિય ટીનાએ જણાવ્યું કે તેણે એક પુરુષ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લગ્ન ટકી શક્યા નહીં. તેણે કહ્યું કે તે 2003માં તેના માતા-પિતા સાથે કેનેડા આવી હતી અને તેની મોટી બહેન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. ટીના હવે ફૂટહિલ્સ મેડિકલ સેન્ટર, કેલગરીમાં પેશન્ટ કેરમાં લીડ તરીકે કામ કરે છે. તેણીએ કહ્યું કે તેણી સમલૈંગિકતા તરફ ઝોક ધરાવે છે, પરંતુ તેના માતાપિતાએ તે મંજૂર કર્યું ન હતું. તે માનતા હતા કે તેને કેટલીક માનસિક સમસ્યાઓ છે.

ટીનાએ એમ પણ કહ્યું કે તેની બહેને સુભિક્ષા સાથેના તેના સંબંધોનો વિરોધ કર્યો હતો, પરંતુ પછીથી તેનો સ્વીકાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, સુભિક્ષાના 84 વર્ષીય દાદીએ આ સંબંધનો સ્વીકાર કર્યો, અને દંપતીને આશીર્વાદ આપ્યા. આ દંપતી કેનેડામાં તેમના લગ્નની નોંધણી કરાવી અને કેલગરી પાછા ફરતા પહેલા દક્ષિણપૂર્વ એશિયાની મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છે. દાદીએ કહ્યું, “જ્યારે શંકા હોય ત્યારે, ડરને બાજુ પર રાખો અને પ્રેમ પસંદ કરો. તેઓ કહે છે કે, તેમણે નિરાશ અને દૂર રહેવાને બદલે બાળકોની ખુશી પસંદ કરી.

બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી સુભિક્ષા તેના લગ્નના દિવસે તમિલ બ્રાહ્મણ શૈલીમાં પિતાના ખોળામાં બેઠી હતી, ત્યારબાદ તેણે અને પાર્ટનર ટીના દાસે એકબીજાને માળા પહેરાવી હતી. બુધવારે ચેન્નાઈમાં પરંપરાગત લગ્ન પછી તે અને ટીના એકબીજાના બની ગયા. સુભિક્ષા માત્ર 19 વર્ષની હતી જ્યારે તેણે તેના માતા-પિતાને કહ્યું કે તે સમલૈંગિક છે. સુભિક્ષાની માતાએ કહ્યું કે અમને કેનેડા ગયા પછી જ ગે સમુદાય વિશે ખબર પડી. અમને સૌથી મોટો ડર એ હતો કે ભારતમાં રહેતો અમારો આખો પરિવાર આ સંબંધ વિશે સાંભળતા જ અમારી સાથે સંબંધ તોડી નાખશે. સુભિક્ષા સમાજના પ્રશ્નોના શું જવાબ આપશે

અને તેનો સામનો કેવી રીતે કરશે. ટીનાની માતાએ કહ્યું કે અમને સમજાયું કે જો અમારી દીકરી નાખુશ હોય તો પરિવાર કે સમાજની સંડોવણીનો કોઈ અર્થ નથી. ટીનાએ પોતાની ઓળખ લેસ્બિયન તરીકે આપી હતી. તેની બહેને અગાઉ તેના લગ્ન એક પુરુષ સાથે કરાવ્યા હતા જેની સાથે તેણે કોઈક રીતે ચાર વર્ષ વિતાવ્યા હતા. ટીનાએ કહ્યું કે – હું ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશના નાના શહેર મૌલવીબજારમાં મોટી થઈ છું. હું અને મારા માતા-પિતા 2003માં મોન્ટ્રીયલ આવ્યા હતા. ટીનાએ કહ્યું કે મારા માતા-પિતાને LGBTQI+ સમુદાય એટલે કે (સમલૈંગિકતા) વિશે કોઈ ખ્યાલ નહોતો. તેઓ માનતા હતા કે મને એક રોગ છે.

Shah Jina