એક દીકરાની માને ઓનલાઇન થઇ ગયો પાકિસ્તાની સાથે પ્રેમ, પતિને છોડીને ઘરેણાં લઈ પહોંચી ગઈ બોર્ડર અને પછી જે થયું..

આંધળો પ્રેમ: ઓનલાઇન પાકિસ્તાનીના પ્રેમમાં પાગલ થઇ ભારતીય પરણેલ મહિલા, ઘરેણાં લઇ પતિને છોડીને પહોંચી ગઈ બોર્ડર પર અને પછી..

આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયા ઉપર મોટાભાગના લોકો જોવા મળે છે. ત્યારે આજે પ્રેમ કરવા માટે પણ ઘરની બહાર જવાની જરૂર નથી પડતી. પોતાના રૂમમાં બેઠા બેઠા જ કોઈપણ સોશિયલ મીડિયા દ્વારા તમે કોઈને ગમી શકો છો કે કોઈ તમને ગમી શકે છે અને ધીમે ધીમે વાતો દ્વારા પ્રેમ પણ થઇ જતો હોય છે.

ઓનલાઇન થયેલા ઘણા પ્રેમના કિસ્સાઓ આપણી આસપાસ અને સોશિયલ મીડિયામાં તમે જોયા જ હશે, ઘણીવાર આવા પ્રેમના દુઃખદ પરિણામ આવતા હોય છે ઘણીવાર તેનો સુખદ અંત પણ આવે છે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

સામે આવેલા મામલામાં એક બાકળની માતા અને 25 વર્ષની પરણીતાને પ્રેમનું એવું ભટ વળગી ગયું કે તે પોતાના પ્રેમને મળવા માટે દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ જવા માટે ગેર કાનૂની રીતે બોર્ડર ઉપર પહોંચી ગઈ હતી. જો કે આ પરણિત મહિલાને પંજાબમાં ફરજ બજાવી રહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પકડી લીધી હતી.

જાણકારી પ્રમાણે આ મહિલા ઓડિશા રાજ્યથી સંબંધ ધરાવે છે. જે પ્રેમીને મળવા માટે પોતાનો પરિવાર છોડીને ગુરુદાસપુર જિલ્લાના સરહદી કસ્બા ડેરા બાબા નામની ભારત પાકિસ્તાન બોર્ડર પાર કરી અને પાકિસ્તાન જઈ રહી હતી.

તે ઓડિશાથી ડેરા બાબા નાનક કોરિડોર પહોંચી ગઈ અને આ પહેલા તે પોતાના ઈરાદાઓમાં સફળ બને બીએસએફ જવાનોએ મહિલા કોન્સ્ટેબલની મદદથી તેમને પોતાના કબ્જામાં લઇ લીધી અને ડેરા બાબા નાનક પોલીસને સોંપી દીધી.

બટાલા પોલીસના ડીએસપી ડેરા બાબા નાનક કંવલપ્રીત સિંહ અને એસ એચ ઓ અનિલ પવારે મહિલા વિશે જણાવ્યું કે તેની ઉંમર લગભગ 25 વર્ષની છે. તે પરણિત છે. મહિલાને 5 વર્ષનો દીકરો પણ છે. અને તેના લગ્ન લગભગ 6 વર્ષ પહેલા થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષ પહેલા આ મહિલાને આબાદ નામના એક પાકિસ્તાની વ્યક્તિ સાથે ઓનલાઇન એપ દ્વારા ઓળખાણ થઇ હતી. શરૂઆતમાં પહેલા આ યુવક સાથે મિત્રતા ભરેલી વાતો કરી અને પછી તેની સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમમાં આ મહિલાનું દિમાગ એ હદ સુધી ચાલ્યું ગયું કે તે બે મહિના પહેલા પોતાના પતિને છોડીને પિયર ચાલી આવી અને અહિયાંથી પોતાના પ્રેમીને પાકિસ્તાનમાં મળવા જવાનું નક્કી કરી લીધું.

જે છોકરા સાથે આ મહિલાને પ્રેમ થયો હતો તે ઇસ્લામાબાદનો રહેવા વાળો હતો જેનું નામ મોહંમદ માન છે.  જે એપ દ્વારા બંને મળ્યા હતા એ એપ દ્વારા જ પ્રેમીએ મહિલાનો વૉટ્સએપ નંબર પણ મેળવી લીધો અને પછી બંને વચ્ચે ઘણીબધી વાતો પણ થઇ. પોલીસે આ મહિલા પાસે 60 ગ્રામ સોનાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે. જે ઘરેથી તે પોતાની સાથે પાકિસ્તાન લઇ જવા માટે લાવી હતી. ત્યારબાદ પોલીસ તરફથી ઓડિશામાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો તો ખબર પડી કે પતિએ પત્નીના ખોવાવવાની ફરિયાદ પણ દાખલ કરાવી છે. મહિલાને પોલીસે તેના પરિવારજનોને સોંપી દીધી છે.

Niraj Patel