જ્યારે ભારતીય છોકરીને કોરિયાઇ છોકરા સાથે થયો પ્રેમ પછી એવી રીતે કર્યા લગ્ન કે લોકો પણ ચોંકી ઉઠ્યા

‘ઇન્ડિયન ના મળ્યો શું…’ ભારતીય છોકરીએ કોરિયાઇ છોકરા સાથે કર્યા લગ્ન, ઘરવાળાનું આવું હતુ રિએક્શન

ભારતની રહેવાસી એક છોકરી દક્ષિણ કોરિયાઇ છોકરાને પોતાનું દિલ આપી બેઠી. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ દેશી છોકરીના વિદેશી છોકરા સાથેના લગ્ન એટલા સરળ નહોતા. છોકરીએ કહ્યુ કે, તેનો પરિવાર શરૂઆતમાં આ સંબંધની વિરૂદ્ધ હતો. એવામાં છોકરીને તેના પરિવારજનોને મનાવવા માટે એક વર્ષ રાહ જોવી પડી. આ છોકરીએ હાલમાં જ એક વીડિયોમાં જણાવ્યુ કે, કેવી રીતે તેણે તેના પરિવારને લગ્ન માટે રાજી કર્યા.

ઘરવાળાએ તેને પૂછ્યુ કે, શું તેને કોઇ ઇન્ડિયન છોકરો ના મળ્યો.યૂટયૂબર નેહાએ કોરિયાના Jongsoo સાથે લગ્નને જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો યૂટયૂબ ચેનલ mylovefromkorea પર શેર કરી. નેહાએ જણાવ્યુ કે, તેનો પરિવાર પરંપરા, પ્રતિષ્ઠા, અનુસાશન અને કહી દીધુ ને ના તો ના…એવા ટાઇપનો હતો. તે અમારા સંબંધને લઇને બિલકુલ તૈયાર નહોતા.

નેહાએ વીડિયોમાં તેના પરિજનો સાથે વાત કરી અને કોરિયાઇ છોકરા સાથે લગ્નના નિર્ણય પર પરિવારનું રિએક્શન રેકોર્ડ કર્યુ.નેહાની મોટી બહેને કહ્યુ કે, જ્યારે તેન આ રિલેશનની જાણકારી થઇ તો લાગ્યુ કે નવો નવો પ્રેમ છે, કેટલાક દિવસમાં ભૂલી જશે.પરંતુ કેટલાક દિવસો બાદ નેહાએ કોરિયાઇ છોકરા સાથે લગ્નની વાત કરી તો તેને ગુસ્સો આવી ગયો.

તેને ચિંતા એ વાતની હતી કે આખરે તેની બહેન બીજા દેશમાં જીવન કેવી રીતે વિતાવશે. નેહાની મોટી બહેને કહ્યુ કે એક સમય એવો આવ્યો જ્યારે અમે બંનેએ વાતચીત કરવાનું બંધ કરી દીધુ. પછી નેહાએ તેની મોટી બહેનને કહ્યુ કે, કમસે કમ એકવાર તે જોંગસુને મળે, આના પર તે રાજી થઇ ગઇ.નેહાની મોટી બહેને કહ્યુ કે, જ્યારે કોઇ પ્રેમમાં હોય છે ત્યારે તેને કોઇ પણ વાત સમજ નથી આવતી.મુલાકાત બાદ નેહાની મોટી બહેને K Drama જોવાનું શરૂ કરી દીધુ.

આ જોઇને તેણે કોરિયાઇ કલ્ચરને જાણ્યુ. ધીરે ધીરે જોંગસુ સાથે તેની વાતચીત થઇ તો તેને લાગ્યુ કે નેહાનું આ છોકરો ખરેખર ધ્યાન રાખશે. નેહાના પિતાએ કહ્યુ કે, આ સંબંધ વિશે જાણી ધક્કો લાગ્યો કારણ કે ધર્મ, જાતિથી હટી વિદેશી છોકરાની વાત હતી. નેહાના પિતાએ પોતાની દીકરીને કહ્યુ કે, એકવાર તે તેના નિર્ણય પર વિચાર કરી લે.

તેમણે સૌથી પહેલા જોંગસુને અંબાલામાં જોયો હતો, આ દરમિયાન તેમના મગજમાં એ વાત ચાલી રહી હતી કે આખરે લગ્ન બાદ બંનેના બાળકો કોરિયાઇ હશે કે ભારતીય.ત્યાં નેહાના મોટાપપ્પાએ કહ્યુ કે, બંને દેશોનું કલ્ચર અને ટ્રેડિશન અલગ છે, આ કારણે તેમણે શરૂઆતમાં ના કહી દીધી. નેહાની મોટી માસીએ જણાવ્યુ કે, તે પણ આ સંબંધને લઇને તૈયાર નહોતી, તેમને ડર હતો કે દીકરીને દગો ન મળી જાય.

એવામાં તેમણે નેહાને એ પણ કહી દીધુ કે, અમે આવનારા સમયમાં કોઇ સંબંધ નહી રાખીએ. તે બાદ અન્ય સંબંધીઓએ પણ બંનેના સંબંધને લઇને લગભગ ના જ કહી દીધી હતી.નેહાના નાના ભાઇએ કહ્યુ કે, જ્યારે પિતા તેના માટે કોઇ સંબંધ લઇ આવતા તો તે ના કહી દેતી, આના પર પિતા પણ પરેશાન થઇ ગયા હતા. ભાઇએ જણાવ્યુ કે, તેને કોરિયાઇ છોકરા સાથેના સંબંધ વિશે ખબર પડી તો ફની લાગ્યુ. તેણે નેહાને પૂછી લીધુ કે છોકરો નોર્થ કોરિયાનો છે કે સાઉથ ?

જો નોર્થ કોરિયાનો હોતો તો એમ પણ કહાની આગળ ના વધતી. નેહાના ભાઇએ કહ્યુ કે, જ્યારે તે પહેલીવાર જીજુને મળ્યો તે ઘણા સારા લાગ્યા. તેણે કહ્યુ કે, સારી વાત એ લાગી કે તેના પિતા પણ આ સંબંધને લઇને માની ગયા.નેહાના પરિવારજનોએ જણાવ્યુ કે, જોંગસૂ બધા નાના મોટા કામમાં મદદ કરે છે, આ પર તે ઇમ્પ્રેસ થઇ ગયા. પરિજનોએ એ પણ જણાવ્યુ કે, બાળકો આગળ તો મા-બાપ હારી જ જાય છે.

પરિવારજનોએ અંતમાં કહ્યુ કે, દીવો લઇને પણ શોધતા તો નેહા માટે આવો પતિ ન મળતો. નેહા અને જોંગસુના યૂટયૂબ ચેનલ પર જે જાણકારી છે તે અનુસાર કપલ કોરિયામાં રહે છે. બંને તેમના ચેનલ પર ઘણા દિલચસ્પ વીડિયો અવાર નવાર શેર કરે છે.

Shah Jina