ભારતની આ રૂપ રૂપનો અંબાર દેખાતી આ છોકરી નાઇઝીરીયાના છોકરાને દિલ આપી બેઠી, કરી લીધા લગ્ન, હવે પ્રેગ્નેન્સીને લઈને આવી ચર્ચામાં… જુઓ વીડિયો

ભારતીય છોકરીને સૌંદર્ય સ્પર્ધામાં પસંદ આવી ગયો નાઈઝિરિયન છોકરો, રંગભેદની પરવા કર્યા વગર કરી બંધાઈ ગઈ લગ્નના બંધનમાં.. જુઓ તસવીરો અને વીડિયો

પ્રેમમાં કોઈ બંધનો નથી હોતા, ના નાતજાતના, ના સમાજના, ના ધર્મના. આજે તો લોકોને ઘરની ચાર દીવાલોમાં બેઠા બેઠા પણ કોઈ દૂર રહેલા વ્યક્તિ સાથે પ્રેમ થઇ જતો હોય છે, જેનું કારણ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાએ આજે લોકોને ઘણા નજીક લાવી દીધા છે. ત્યારે પ્રેમ થઇ જાય ત્યારે બસ એક જ વ્યક્તિનો ચહેરો સામે રહે પછી દુનિયા કંઈપણ કહે કોઈ ચિંતા હોતી નથી.

આવી ઘણી પ્રેમ કહાનીઓ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પણ જોઈ હશે. પરંતુ આજે અમે તમને એક અનોખી કહાની જણાવીશું. જેમાં એક ભારતની સુંદર છોકરીને નાઇઝીરીયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને આ પ્રેમ લગ્નના બંધનમાં પણ બંધાયો. હવે આ કપલ માતા પિતા બનવાનું છે અને તેને લઈને તેમને એક વીડિયો પણ શેર કર્યો છે જે હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વીડિયોમાં દંપતીએ જણાવ્યું કે તેમના પુત્રનો જલ્દી જન્મ થવાનો છે. આ કપલ નાઈજીરિયાના લાગોસમાં રહે છે. આ કપલની પહેલી મુલાકાત સૌંદર્ય સ્પર્ધા દરમિયાન થઈ હતી. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. અને પછી લગ્ન કર્યા. ચેન્નાઈના રહેવાસી કલ્પા અને લાગોસના રહેવાસી ટોમિડે અકિન્યેમી વર્ષ 2015માં પહેલી વાર મળ્યા હતા.

બંનેએ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધા માટે એક છોકરો અને એક છોકરીની જોડી બનાવવામાં આવી રહી હતી. આ દરમિયાન બંને સાથે આવ્યા હતા. ત્યારથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. અને બંનેએ સાથે મળીને આ સ્પર્ધા જીતી પણ લીધી હતી. કલ્પાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તેના પિતા સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા.

કામના સંબંધમાં, તેને તેના માતાપિતા સાથે કેન્યા શિફ્ટ થવું પડ્યું. જોકે, થોડા વર્ષો પહેલા તેના માતા-પિતા ભારત પાછા ગયા હતા. પરંતુ પછી તેનો અભ્યાસ ચાલુ હતો, તેથી તે કેન્યામાં જ રહી. તેના અભ્યાસ દરમિયાન જ કલ્પાની મુલાકાત એક સૌંદર્ય સ્પર્ધામાં ટોમિડે સાથે થઈ હતી. ટોમાઈડ મૂળ નાઈજીરીયાના છે. પરંતુ તે પછી તે તેના પરિવાર સાથે કેન્યામાં રહ્યો અને અભ્યાસ કર્યો.

પ્રથમ મુલાકાત પછી જ દંપતીની નિકટતા વધવા લાગી. ધીમે ધીમે કલ્પ અને ટોમિડે એકબીજાને પસંદ કરવા લાગ્યા. ત્યારબાદ કપલ એકબીજાને ડેટ કરવા લાગ્યા. દંપતી પ્રેમમાં પડ્યા. 5 વર્ષની લાંબી ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2021માં કલ્પા અને ટોમિડે લગ્ન કર્યા. આ દંપતી હવે નાઇજીરીયાના લાગોસમાં ટોમીડના પરિવાર સાથે રહે છે. કલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું છે કે તે એક પ્રોજેક્ટ મેનેજર અને મોડલ છે.

હવે આ કપલના પહેલા બાળકનો જન્મ થવાનો છે. કપલે યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે તેમના ઘરે પુત્રનો જન્મ થવાનો છે. બંને પોતાના નજીકના લોકો સાથે ખુશીના પ્રસંગની ઉજવણી કરતા જોવા મળે છે. વીડિયો પોસ્ટ પર લોકો કપલને અભિનંદન આપતા પણ જોવા મળી રહ્યા છે.

Niraj Patel