કૌશલ બારડ ખબર પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

મુસીબતના સમયે હંમેશા ભારત સાથે ખભેખભા મિલાવીને ઊભા રહે છે આ ત્રણ દેશ! જાણો ભારતના સૌથી ખાસ મિત્રો વિશે

કોઈ પણ દેશ બીજા દેશો સાથેના રાજદ્વારી સબંધો વગર પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. મનુષ્યની જેમ રાષ્ટ્રો વચ્ચે પણ મિત્રતા-શત્રુતાના સબંધો રહેલા હોય છે. અમુક સાથે હાથ મેળવવાના સબંધો હોય છે તો અમુક સાથે ખાંડા ખખડાવવાના!

Image Source

રાજદ્વારી સબંધોના નાતે ભારતને શત્રુઓ પણ મળ્યા છે અને મિત્રો પણ. શત્રુઓમાં તો જાણે પાકિસ્તાન અને ચીન છે જ. પણ ભારતને જ્યારે પણ સંકટ પડે ત્યારે ખભેખભા મેળવીને ઊભા રહેનારા મિત્રો કેટલા છે? અહીં એ ત્રણ દેશોની વાત કરી છે, જેમની સાથે ભારતની મિત્રતા શરૂઆતથી જ પ્રગાઢ રહી છે. યાદ રાખો: આ લીસ્ટમાં અમેરિકા કે બ્રિટન સહિતના યુરોપિયન દેશોનું નામ નથી, કેમ કે તેઓ સમય આવ્યે ગમે તે બાજુ ડાકલી વગાડી જાણે છે! તો કોણ છે આ લિસ્ટમાં રહેલાં એ ત્રણ નામ? જાણી લો અહીં:

(1) રશિયા —

Image Source

આઝાદી વખતથી જ ભારતને રશિયા સાથે સારા સબંધો રહ્યા છે. પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા વિકસીત કરવામાં આવેલા આ સબંધો આજ સુધી કાયમ છે. ભારતને અત્યાર સુધીમાં ઘણા હાઇટેક શસ્ત્રો રશિયા દ્વારા જ પુરા પાડવામાં આવ્યાં છે. પાકિસ્તાન સાથે થયેલી અથડામણ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે ત્યારે યુનાઇટેડ નેશન્સમાં રશિયાએ ભારતને સહકાર આપ્યો છે.

(2) ઇઝરાયેલ —

Image Source

ઇઝરાયેલ સાથેના ભારતના સબંધો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ જાહેર રીતે જોવામાં આવે છે. એ પહેલા ભારત સાથે ઇઝરાયેલના સબંધો અમુક કારણોસર જાહેર કરવામાં નહોતા આવતા. અગાઉની સરકારોએ ઇઝરાયેલ બાબતે એટલો હકારાત્મક અભિગમ અપનાવ્યો પણ નહોતો. એ છતાં, ઇઝરાયેલનું વલણ હંમેશા ભારત તરફી જ રહ્યું છે. આ નાનકડો પણ અત્યાધુનિક દેશ ભારતને હાલ ઘણા શસ્ત્રો પુરાં પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતાન્યાહુની મૈત્રી જાણીતી છે. ઇઝરાયેલનાં ભારત તરફી વલણને લઈને જ પાકિસ્તાનમાં ઇઝરાયેલના પાસપોર્ટ પર પ્રતિબંધ છે!

(3) જાપાન —

Image Source

આધુનિક ટેક્નોલોજીથી આજે વિશ્વભરમાં પોતાનું નામ ઊંચું કરનાર જાપાનીઓ સાથે પણ ભારતને બહુ સારા ગણી શકાય એવા સબંધો છે. ઘણા પ્રોજેક્ટ પર જાપાને ભારતને સહાયતા કરી છે. બુલેટ ટ્રેનના શિલાન્યાસ વખતે નરેન્દ્ર મોદીની સાથે જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ લીધેલી અમદાવાદની મુલાકાત તો સૌને યાદ જ હશે! આ ઉપરાંત પણ જાપાન મુસીબતના સમયે હંમેશા ભારતની સાથે ઊભું રહ્યું છે.

યાદ રાખો કે, આંતરરાષ્ટ્રીય એવી આ રાજદ્વારી કૂટનીતિ પણ ભારતના પાટલીબદલુ રાજકારણની જેમ જ હોય છે. કોઈ કોઈનો કાયમ માટે શત્રુ કે મિત્ર હોતો નથી! પણ હાં, ઉપર ગણાવ્યા એ દેશોએ આજ દિન સુધી ભારત માટે કોઈ મુસીબત ઊભી નથી કરી અને હંમેશા સાથ નીભાવ્યો છે એટલું ચોક્કસ.

[આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks