ખબર

જુઓ તસ્વીરોમાં ગુજરાતી બાએ સૌના જીતી લીધા દિલ, કોહલીએ પગે પડીને લીધા આશીર્વાદ, વધુ Photos જુવો ક્લિક કરીને

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં મંગળવારના રોજ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બર્મિંઘમના એઝબેસ્ટન મેદાન પર રમાયેલ મેચ શાનદાર રહી. ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આ શાનદાર મેચ દરમ્યાન મેદાન ક્રિકેટના ચાહકોથી ખચાખચ ભરેલું હતું, પરંતુ ફક્ત એક જ ચાહક એવી હતી જે ચર્ચામાં રહી. એક વૃદ્ધ મહિલા ક્રિકેટ ફેનની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વૃદ્ધ મહિલા દર્શક ભારતીય ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા.

આ મહિલા મેચ દરમ્યાન ટિમ ઇન્ડિયાનું જબરદસ્ત સમર્થન કરતા જોવા મળ્યા હતા. ખાસ વાત તો એ હતી કે મેચ પત્યા પછી ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી અને ખેલાડી રોહિત શર્મા આ વૃદ્ધ મહિલા ફેનને મળવા પહોંચ્યા હતા. તેમણે મળીને વિરાટ કોહલી અને રોહિત શર્માએ આશીર્વાદ પણ લીધા હતા. જોતજોતામાં જ તેમની આ તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા. આ મહિલા ફેનનું નામ ચારુલતા પટેલ છે અને તેઓની ઉમર 87 વર્ષ છે. આ ચાહક માટે એવું કહી શકાય કે ઉમર 55ની અને દિલ બાળપણનું.

 

View this post on Instagram

 

India’s win today certainly brought a smile to the face of this India fan! #CWC19 #BANvIND #lovecricket #cricket

A post shared by Cricket World Cup (@cricketworldcup) on

ચારુલતાજીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળતા દેખાય છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમને મળીને ચારુલતાજી ખૂબ જ ખુશ છે. તેમને વિરાટ કોહલીને અને રોહિત શર્માને આશીર્વાદ આપ્યા અને પોતાનું ધ્યાન રાખવા કહ્યું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિરાટ તેમની વહીલચેર પાસે નીચે બેસીને તેમની સાથે વાત કરી રહ્યો છે અને તેઓ વિરાટ પર પ્રેમથી હાથ ફેરવી રહી છે.

વિરાટ કોહલીએ પણ તેમની સાથે મુલાકાત બાદ ટ્વીટર પર લખ્યું, ‘મારા બધા જ પ્રશંસકોના પ્રેમ અને સમર્થન માટે અને ખાસ કરીને ચારુલતાજી પટેલનો ધન્યવાદ કરવા માંગીશ. તેઓ ૮૭ વર્ષના છે અને કદાચ સૌથી વધુ ભાવુક અને સમર્પિત પ્રશંસકોમાંથી એક છે.’

મેચ પછી ચારુલતાજીએ મીડિયા સાથે વાતચીત કરી, એ જેમાં તેમને ટિમ ઇન્ડિયાની જીત પર શુભકામનાઓ આપી. તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી ક્રિકેટ જોઈ રહયા છે, જયારે તેઓ આફ્રિકામાં રહેતા હતા. પહેલા તેઓ ટીવી પર મેચ જોતા હતા, કારણ કે એ સમયે તેઓ કામ કરતા હતા, પરંતુ હવે રીટાયર થઇ છે, એટલે મેદાન પર જઈને ક્રિકેટની મજા માણે છે. તેઓએ જણાવ્યું કે 1983 વિશ્વકપ જીત દરમ્યાન પણ તેઓ ઇંગ્લેન્ડના સ્ટેડિયમમાં હાજર હતા. તેઓએ કહ્યું, ‘ભારત વર્લ્ડકપ જીતશે. હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું કે ભારત જીતી જાય. હું ટિમ ઇન્ડિયાને હંમેશા આશાર્વાદ આપું છું.’

ક્રિકેટ સાથેના લગાવ પર તેમને કહ્યું, ‘મારા બાળકો ઘણીવાર ક્રિકેટ રમતા હોય છે, એટલે મને ક્રિકેટ પસંદ છે. હું ભારતમાં નથી જન્મી, મારો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. પરંતુ મારા માતાપિતા ભારતથી છે, એટલે હું પોતાના દેશ પર ગર્વ કરું છું.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks