ઓસ્ટ્રેલિયાની સરકારે આ ભારતીય પરિવારને આપ્યો દેશ નિકાલ, જાણો કારણ

ઓસ્ટ્રેલિયાની સરકારે આ પરિવારને કાઢી મુક્યો, કારણ જાણીને દુઃખ થશે

ઓસ્ટ્રેલિયાની સરકારે એક બાળકની બીમારીને કારણે તેના પરિવારને દેશમાંથી કાઢી મૂક્યા છે. આ બાળકનું નામ કાયાન છે. 6 વર્ષના કાયાનની મુસ્કાન જોઇ કોઇનું પણ દિલ પીગળી જાય. કાયાન સહિત તેના આખા પરિવારને દેશ છોડવાનો હુકમ કર્યો છે. માત્ર એટલા માટે કે કાયાનને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે.

મેલબર્નમાં શેફની નોકરી કરતાં વરૂણ કાયાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ઇમીગ્રેશન વિભાગ તરફથી દીકરાની બીમારીનો ખર્ચ પોતે ઉઠાવાની વાત કહી. તેના પર વિભાગે આવતા 10 વર્ષમાં સારવાર પર ખર્ચ થનાર અંદાજે 6 કરોડ રૂપિયાની બચત દેખાડવાનું કહ્યું, પરંતુ આટલી મોટી રકમ અમારી પાસે નહોતી. તેઓ જણાવે છે કે બધી જમા રકમ કાયાનની સારવામાં લગાવી દીધી છે. એટલું જ નહીં વારંવાર રિજેકટ થનાર વીઝા એપ્લિકેશનમાં પણ 20 લાખ રૂપિયા થઇ ચૂકયા છે.

આ બધાની વચ્ચે વરૂણ અને તેમની પત્નીએ એડમિનિસ્ટ્રેટિવ અપીલ ટ્રિબ્યુનલમાં દાખલ કરી છે જ્યારે કાયાનની અપીલ ફેડરલ કોર્ટમાં પેન્ડિંગ છે. વરૂણે મદદ માટે એક ઓનલાઇન પીટીશન શરૂ કરી છે. કાયાનના સમર્થનમાં કેટલાંય સાંસદ અને કેટલીય સેલિબ્રિટી આવી છે.

કાયાનને જે બીમારી છે તે, એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે બાળકોની શારીરિક ગતિ, ચાલવા-ફરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેના લીધે ઇમીગ્રેશન વિભાગે ફેબ્રુઆરીમાં તેના પરિવારની છેલ્લી એપ્લિકેશનને પણ રિજેક્ટ કરી દીધી અને દેશ છોડવાનું ફરમાન સંભળાવી દીધું છે.

ઇમિગ્રેશન વિભાગે ફેબ્રુઆરીમાં કાયાનના પરિવારની છેલ્લી અરજી પણ ફગાવી દીધી અને દેશ છોડવા ફરમાન કર્યું. કાયાનના પિતા વરુણ કાત્યાલ 12 વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. 2012માં તેમના લગ્ન થયા અને 2015માં કાયાનનો જન્મ થયો. તેને જન્મથી જ બીમારી છે.

2018માં ઓસ્ટ્રેલિયાએ તેના પરિવારને પીઆર આપવાનો એવી દલીલ સાથે ઇનકાર કરી દીધો કે કાયાનની સારવાર ઓસ્ટ્રેલિયાના કરદાતાઓ પર બોજ બની જશે જ્યારે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડેન્ટ્સ તથા નાગરિકો માટે તબીબી સુવિધા ફ્રી છે.

Shah Jina