ખબર

અમેરિકામાં સેંકડો કોવિડ દર્દીઓની સારવાર કરી ભારે ચાહના મેળવનાર મૂળ ગુજરાતી ડોક્ટર મેઘનાબા ડિલિવરીમાં અકાળે મૃત્યુ જાણો વિગત

હાલ કોરોના જેવો કપરો સમય ચાલી રહ્યો છે. કોરોના જેવી મહામારી સામે લડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોરોના જેવી મહામારી સામે ડોકટરો તેના જીવની પણ પર્વ કર્યા વગર દર્દીઓનો સેવા કરતા હોય છે. વિશ્વના સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધવામાં આવ્યા છે. અમેરિકામાં કોરોનાને કારણે ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે.

Image Source

અમેરિકામાં ભારતનું નામ ગુંજતું કરનાર તબીબ તરીકે ફરજ બજાવતા ડો.મેઘનાબા ચુડાસમાનું પ્રેગનન્સીમાં ડિલિવરી દરમિયાન મોત થઇ જતાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ છે. પરંતુ આ વચ્ચ બાળકને બચાવી લેવામાં આવ્યું છે.

Image source
Image source

કોરોનાની સારવારમાં તેઓએ અમેરિકાના લોકોના દિલ જીતી લીધા હતા અને છેલ્લે ડિલિવરી ના સમય સુધી સતત ફરજ બજાવતા રહ્યા હતા પણ પોતે જિંદગીનો જંગ હારી ગયા હતા.

Image Source

ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડો.મેઘનાબા એક યુવા ટેલેન્ટેડ ડોકટર હતા અને તેઓ અમેરિકામાં ઉચ્ચ પ્રતિષ્ઠીત મેડિકલ ડિગ્રી મેળવીને ત્યાં સ્થાયી થયા હતા. કોરોનાના મુશ્કેલ સમયમાં જીવની પર્વ કર્યા વગર કોરોના દર્દીઓનો જીવ બચાવ્યા હતા. તેઓ પ્રેગનન્સીમાં ડિલિવરી સમયની મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકતા અકાળે અવસાન થયું છે અને એમનું મા વગરનું બાળક બચી ગયું છે.

સ્વ. મેઘનાબા નું મૂળ વતન પીપળ, ધંધુકા છે અને મેઘનાબાના પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ માં છે. મેઘનાબા જેવા કર્તવ્યનિષ્ઠ તબીબ ની વિદાયથી તેઓના પરીવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..