ખબર

હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે વિશ્વમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાને લીધે મૃત્યુ થયું, જાણો વિગત

ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવનાર કોરોના હાલ વિશ્વમાં પગપેસારો કરી ગયું છે. કોરોનાને કારણે અમેરિકા, ઇટલી, ચીન,ફ્રાન્સ જવા દેશ પણ ઘૂંટણિયે પડી ગયા છે. કોરોનાના વધતા કહેરને લઈને સેંકડો લોકો મૃત્યુ પાણી રહ્યા છે.

Image source

હાલ સમાચાર મળી રહ્યા છે કે, મૂળ ભારતીય અને હાલ લંડનમાં રહેતા મૂળ ભારતીય ડોક્ટરનું કોરોના સંક્રમિત થતા મોત નીપજ્યું છે. જીતેન્દ્ર રાઠોડ ભારતીય ડોક્ટર મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા હાર્ટસર્જન વૈશ્વિક મહામારી કોરોના સામે લંડનમાં દર્દીઓની સેવા કરતા તેઓ કોરોનાની ઝપેટમાં આવી જતા અવસાન થયું છે.

ત્યારે દેશ-દુનિયામાં ખ્યાતનામ ડોક્ટર એવા જીતેન્દ્ર રાઠોડનું કોરોનાને કારણે લંડનમાં દુઃખદ અવસાન થતા ડોક્ટરી જગતમાં મોટો ફટકો પડ્યો છે. જીતેન્દ્ર રાઠોડના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ડો. જીતેન્દ્ર રાઠોડે 1977માં બોમ્બે વિશ્વ વિધાલયમાં ડોક્ટરનો અભ્યાસ કર્યો હતો. આ બાદ તે બ્રિટન ચાલ્યા ગયા હતા. જ્યાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં કામ કર્યું હતું.

Image source

1990ના મધ્યમાં જીતેન્દ્રએ કાર્ડિયો-થોરેસિક સર્જરી વિભાગમાં કામ કર્યું હતું. 2006વર્ષ માં એક સંક્ષિપ્ત કાર્યકાલ બાદ યુએચડબ્લ્યુમાં પરત ફર્યો હતો. જણાવી દઈએ કે, રાઠોડના પરિવારમાં પત્ની અને 2 દીકરા છે.

જણાવી દઈએ કે, 60 વર્ષિય ડૉ.જીતેન્દ્ર રાઠોડ મૂળ નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદકપોર ગામના વતની હતી. ડૉ.જીતેન્દ્ર રાઠોડ લંડનમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સેવા દમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો જેના કારણે મોત નીપજ્યું છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.