ઘણા વર્ષો પહેલા જયારે આપણો દેશ અત્યારે છે એટલો આધુનિક ન હતો ત્યારે ઘણી એવી વસ્તુઓ હતી, જે હાલમાં આપણને જોવા પણ નથી મળતી. એ સમયમાં આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ સમૂહમાં ભોજનનું આયોજન હોય, જેમ કે લગ્ન કે પછી મંદિરનો ભંડારો ત્યારે આપણે પતરાળામાં ખાતા હતા.
શાક, ભાત અને બીજી કોઈ વસ્તુ પતરાળામાં અને દાળ જેવી કોઈ વસ્તુઓ હોય તે પડિયામાં આપતા હતા. અને પતરાળા પહેલા એકદમ સપાટ મળતા હતા. લીલા રંગના અને જમ્યા પછી આને ફેંફી દેવાના. પછી આમ ટેક્નોલોજી આવી અને ખાનાવાળા પતરાળા આવવા લાગ્યા. પતરાળામાં ખાવાની પણ એક અલગ જ મજા હતી.

પછી આપણે આધુનિક થઇ ગયા અને પતરાળાને કચરો સમજીને ભૂલી ગયા અને આપણે પ્લાસ્ટિક, કે થર્મોકોલની બનેલી ડીશો વાપરવા લાગ્યા. પણ આ ડીશો એવી છે કે જેને કારણે પ્રદુષણ વધે છે. તેને ઓગળતા સેંકડો વર્ષો લાગે છે. જયારે આપણા પતરાળા સંપૂર્ણપણે કુદરતી હતા અને તેને કારણે પર્યાવરણને કોઈ નુકશાન થતું ન હતું, અને આસાનીથી ઓગળી પણ જતા હતા.
આપણે તો આધુનિક થઇ ગયા પણ આ જર્મનીવાળા હોશિયાર નીકળયા, જે આપણા દેશી પતરાળાને બનાવીને દેશ-વિદેશમાં વેચી રહયા છે અને ખૂબ જ કમાણી કરી રહયા છે. તેઓ પતરાળાને નેચરલ લિફ્ટ પ્લેટ્સ કહીને ભરપૂર ઉત્પાદન કરી રહયા છે. તેઓ લોકોને વેચી રહયા છે કારણ કે આ ઓગળી જાય છે, કુદરતી છે અને પ્રદુષણ નથી કરતી.

જર્મનીનો એક નવો બિઝનેસ સ્ટાર્ટઅપ લિફ્ટ રિપબ્લિક નામથી શરુ થયું છે. તેઓ પતરાળાને નેચરલ લિફ્ટ પ્લેટ્સ કહીને વિદેશમાં પણ વેચી રહયા છે. આ માટે તેમને જે રકમ મળી એને કહેવાય છપ્પર ફાડીને… પછી આ લોકોએ આ કામ પૂરજોશમાં શરુ કરી દીધું છે અને આ માટે ફેક્ટરી પણ નાખી છે. મશીનોમાં પ્રેસ કરીને પતરાળા અને પડિયા બધું જ બનાવે છે.
એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોડ્કટને જોઈને જર્મનીવાળા ચોંકી ગયા હતા. તેઓનો દાવો છે કે આ શાનદાર પ્લેટ છે જે પ્લાસ્ટિકથી વધુ મજબૂત છે, આરામથી માટીમાં ભળી જાય કે અને ઝાડ કાપ્યા વિના જ બને છે. આના કારણે જ તેઓનો બિઝનેસ એટલો વધ્યો કે હવે તો તેઓ આને વિદેશમાં પણ વેચવા લાગ્યા છે, પણ આપણે અહીંની સરખામણીમાં આ ખૂબ જ મોંઘી વેચી રહયા છે.

ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર આ પ્લેટ્સ ખૂબ જ ઊંચી કિંમતે વેચાઈ રહી છે. પતરાળાના એક પેકેટની કિંમત લગભગ 9 યુરો છે એટલે કે લગભગ 650 રૂપિયા થયા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks