ખબર

ડૅબિટ કે ક્રેડિટ કાર્ડ વાપરો છો તો આવ્યા તમારા માટે ખરાબ સમાચાર, જાણી લો પછતાવો થાય એ પહેલા

સિંગાપુર સ્થિત એક આઈબી ગ્રુપ સુરક્ષાની ટીમે એક ડાર્ક વેબ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો ડેટાનો પર્દાફાશ કર્યો છે. આ ડેટામાં ભારતના લગભગ 13 લાખ ડેબિટ-ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે. ડાર્ક વેબ પર અત્યાર સુધીના સૌથી બધું 98%ભારતીય બેંક કાર્ડ છે.

ગ્રુપ આઈબી સાઈબર સિક્યોરિટી મુજબ 13 લાખ કાર્ડની ડિટેલ્સ એક વેબસાઈટ પર છે, એક રિપોર્ટ મુજબ આ કાર્ડની ડીટેલ 100 ડોલરમાં વેચવામાં આવી રહી છે. આ બધા કાર્ડની કુલ કિંમત 130 મિલિયન ડોલર (921.99 કરોડ રૂપિયા) છે.

Image Source

સામાન્ય રીતે હેકર્સ જથ્થામાં કાર્ડની ડિટેલ્સ ખરીદે છે ત્યારબાદ એક-એક વાપરીને સફળ થવા પર તે કાર્ડ પૈકીના એકાઉન્ટ ખાલી કરી દે છે. હાલ તો આ કાર્ડનો સોર્સ ખબર નથી પડતી કે ક્યાંથી લઇ આવવામાં આવી રહ્યા છે.

ગ્રુપ આઈબીના એક સંશોધકે કહ્યું હતું કે, જેકર્સે નામના એક ડાર્ક વેબ સાઈટ ભારતના 13 લાખથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા ડંપ કર્યા છે. આ છેલ્લા 12 મહિનામાં ભારતીય બેન્કના સંબંધિત કાર્ડનું સૌથી મોટી હૅકીંગ છે, જે બજારમાં વેચાણ માટે આવ્યા છે.

હાલ તો ગ્રુપ આઈબીએ કહ્યું હતું કે, અમે વધુ જાણકારી માટે સાયબર સુરક્ષા કંપની પાસે જાણકારી માંગી છે. જે રીતે અમને ખબર પડશે અમે લોકો સુધી આ વાતને પહોંચાડીશું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.