આપણે ઘણી વખત નોંધ્યું હશે કે જ્યારે આપણે કોઈને લાંબા સમય પછી જોયે છીએ, ત્યારે તે વ્યક્તિ આપણને થોડો બદલાયેલો દેખાય છે. પણ અહીં અમે તેમના સ્વભાવ વિશે નથી પણ તેમના લૂકની વાત કરીએ છીએ. ઘણી વાર દેખાવ એટલો બદલાઇ જાય છે કે પહેલા તો આપણે તેને ઓળખી પણ નથી શકતા. આવું જ કંઈક આપણા ક્રિકેટરો સાથે થયું છે. આજે અમે તમને આવા ક્રિકેટરોની તસ્વીર બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે સમજી શકશો કે પૈસા અને ખ્યાતિએ આપણા પ્રિય ક્રિકેટરોનો દેખાવ પણ કેવી રીતે બદલી નાખ્યો.

1. મહેન્દ્રસિંહ ધોની
સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે વાત કરીએ તો યુવાનીમાં ધોની લાંબા વાળ રાખતો હતો. પહેલા અને હાલની તસ્વીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આટલા વર્ષોમાં ધોનીનો દેખાવ કેટલો બદલાયો છે.

2. વીરેન્દ્ર સહેવાગ
ક્રિકેટમાં બોલરોના છક્કા છોડાવનાર વિરેન્દ્ર સેહવાગ તેના વિવાદાસ્પદ નિવેદનો અંગે પણ ચર્ચામાં રહે છે. તેઓ પોતાના યુવાનીના દિવસોમાં કઈંક આવા દેખાતા હતા. ખરેખર, સહેવાગની આ તસ્વીર જોઈને કોઈ નહી કહે કે આ બંને એક જ છે.

3. શિખર ધવન
કારકિર્દીની શરૂઆતમાં શિખર ધવનનો લુક કંઈક આવો જ હતો. જોકે ત્યારના અને ત્યારના લૂકમાં તેમની દાઢી અને મૂછ સિવાય કોઈ ખાસ બદલાવ નથી આવ્યો.

4. વિરાટ કોહલી
જો કોઈમાં સૌથી વધુ બદલાવ આવ્યો હોય, તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પહેલાં અને હવેના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે, પૈસા અને ખ્યાતિ મળ્યા પછી વિરાટ કોહલી કેવી બદલાયો તે તમે જાતે જ જોઈ શકો છો.

5. રવિન્દ્ર જાડેજા
ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પહેલી તસ્વીરમાં ખૂબ જ હતાશ દેખાઈ રહ્યા છે પરંતુ હાલની તસ્વીરમાં તે એકદમ આત્મવિશ્વાસભર્યો લાગે છે. આજે તેની તરફ જોતા કોઈ એમ કહી શકે નહીં કે તે એ જ ક્રિકેટર છે જે મોટા મોટા બેટ્સમેનોની ગિલ્લીઓ ઉડાડી દે છે.

6. હરભજન સિંહ
ભલે આજકાલ હરભજન સિંહ ઉર્ફે ભજ્જી ક્રિકેટથી દૂર હોય, પરંતુ તેમણે ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. પોતાના યુવાનીના દિવસોમાં હરભજન સિંહ કઈંક આવા દેખાતા હતા.

7. યુવરાજસિંહ
કેન્સર સાથે જંગ જીતીને બે-બે વર્લ્ડ કપ જીતનાર સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહનો ક્રિકેટ જગતમાં 10 વર્ષથી વધુ સમય વીતી ચુક્યો છે. શરૂઆતમાં યુવીનો લુક કંઈક આવો જ હતો. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે યુવરાજના લુકમાં કેટલો બદલાવ આવ્યો છે.

8. રાહુલ દ્રવિડ
ટીમ ઈન્ડિયાની દિવાલ રાહુલ દ્રવિડની પહેલાની અને અત્યારની તસ્વીરમાં તમે સ્પષ્ટ તફાવત જોઈ શકો છો. દ્રવિડને રમતનો કેટલો અનુભવ છે એ તો દરેકને ખબર છે. રાહુલ દ્રવિડે ભારતીય ટીમમાં ખૂબ મોટા મોટા યોગદાન આપ્યા છે.

9. ગૌતમ ગંભીર
ગંભીર સ્વભાવ વાળા ગૌતમ ગંભીર એક એવા ક્રિકેટર છે કે જેમણે મુશ્કેલ સમયમાં ટીમ માટે રન બનાવ્યા હતા. વર્લ્ડ કપની બંને ફાઈનલ મેચોમાં આપણે તેમનું પ્રદર્શન જોયું છે. જૂની તસ્વીરમાં તેમની બેટ પકડવાની શૈલી ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ બતાવી રહી છે.

10. સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વિશે વાત કરીએ તો સચિને 16 વર્ષની વયે ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પહેલાં આવા દેખાતા હતા. જોકે સચિન પહેલા પણ ખૂબ જ ક્યૂટ હતો અને આજે પણ તે ખૂબ જ ક્યૂટ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.