WTC ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ખિલાડીઓ ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે લઇ રહ્યા છે મજા, જુઓ PHOTOS

BCCIએ આપી છુટ્ટી તો ઇંગ્લેન્ડમાં ફરવા નીકળ્યા ભારતીય ખિલાડી, પરિવાર સાથે લઇ રહ્યા છે બ્રેકની મજા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇંડિયાને ન્યુઝિલેન્ડ વિરૂદ્ધ 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચની હારને ભુલાવવા માટે ટીમ ઇંડિયાના ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડમાં તેમના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે.

આ વચ્ચે બધા ખેલાડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.ટીમ ઇન્ડિયા 20 દિવસના બ્રેક પર છે. કારણ કે ટીમ ફરીથી બાયો બબલમાં એન્ટ્રી કર્યા પહેલા માનસિક રૂપથી તાજી થઇ જાય.

ટીમ સાઉથૈંપ્ટનથી લંડન પણ પહોંચી ગઇ છે અને આ ખેલાડી બ્રેક દરમિયાન તેમની જગ્યા પર રવાના પણ થઇ ગયા હતા. રોહિત શર્મા અને મયંક અગ્રવાલે કેટલીક તસવીરો થોડા સમય પહેલા શેર કરી હતી, જેમાં તેઓ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા હતા.

ભારતના કેપ્ટન વિરાટ કોહલી તેમની પત્ની અનુશ્કા શર્મા અને દીકરી સાથે ઇંગ્લેન્ડમાં છે. તેેમને અને અનુષ્કાને ઇંગ્લેન્ડમાં એખક કોફી શોપમાં દેખવામાં આવ્યા હતા. કોહલીએ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

રોહિત શર્મા તેમની પત્ની અને દીકરી સાથે તેમજ અજિંક્ય રહાણે તેમની પત્ની સાથે તસવીર શેર કરી હતી.

તેજ ગેંદબાજ ઇશાંત શર્મા પણ તેમની પત્ની પ્રતિમા સાથે જોવા મળ્યા હતા. ઇશાંત સાથે મયંક અગ્રવાલ અને તેમની પત્ની પણ તસવીરમાં જોવા મળ્યા હતા.

આ વચ્ચે ઋષભ પંત ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે યુરો મેચ જોવા માટે વેમ્બલી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

મોહમ્મદ શમી પણ આ વાતે પાછળ નથી હટ્યા. તેમણે એક તસવીર શેર કરી છે જેમાં તેઓ કાર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

ટીમના સ્પિન ગેંદબાજ વોશિંગટન સુંદર પણ ઇંગ્લેન્ડમાં છે. તે ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટર અને કમેંટેટર દિનેશ કાર્તિક સાથે ફરતા જોવા મળ્યા હતા. તેમણે તસવીર શેર કરતી લંડનને પસંદગીતા શહેર પણ જણાવ્યુ હતુ.

 

Shah Jina
error: Unable To Copy Protected Content!